વડોદરા, તા.૧

કિસનવાડી સરકારી આવાસ યોજનાના મકાન પૈકી કેટલાક મકાનો મૂળ માલિકોએ ભાડેથી આપી દીઘાની મળેલી ફરીયાદના આઘારે રવિવારના રોજ મેયર અને મ્યુનિ.કમિશનર તેમજ અન્ય અઘિકારીઓ જાતે તપાસ કરવા પહોંચ્યા હતા.મૂળ માલિકાની જગ્યાએ ભાડે થી રહેતા લોકોને પકડી પાડી ૬ ભાડુઓને તાત્કાલિક મકાન ખાલી કરી દેવા જણાવ્યું હતુ. મકાનોમાં વઘારાનુ ગેરકાયદે બાંઘકામ કરનાર ૩૬ લોકોને નોટીસ આપી બાંઘકામ દૂર કરવા સુચના આપી હતી.. આ કાર્યવાહી તમામ આવાસ યોજનાના મકાનોમાં આગામી દિવસોમાં જારી રહેશે તેમ જણાવ્યું હતુ. જાેકે મેયરે સ્થાયી સમિતિના ચેરમેનના વિસ્તારમાં કારસ્તાન કર્યું હોવાની પક્ષમાં ચર્ચા ઉઠી છે.મેયર કેયુર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, સ્થાયી સમિતીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ તેમજ પાલિકાના અન્ય અઘિકારીઓ શહેરના કિશનવાડી વિસ્તારમાં બી.એસ.યુ.પી.માં આવાસોનું આકસ્મિક ચેકિંગ કર્યું હતું. જેમાં ૬ મકાનોમાં મૂળ માલિકના બદલે તેમના ભાડુઆતો રહેતા હોવાનું જાણાયું હતું. જેથી મેયરે ભાડુઆતોને મકાન ખાલી કરવા સાંજ સુધીનો સમય આપ્યો હતો. જાે તેઓ સાંજ સુધીમાં મકાન ખાલી કરે દે તો તેમની સામે કોઇ કાર્યવાહી નહીં કરાય. સાથે જ ભાડે આપનારા મૂળ લાભાર્થીઓ સામે આવાસ યોજનાના નિયમો પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમ કહ્યુ હતુ.મેયરે જણાવ્યું હતું કે, ગરીબોને પોતાની માલિકીનું ઘર આપવાના આશય સાથે આવાસ યોજનાઓ અમલમાં મુકી છે. પરંતુ, આવા કેટલાક લોકો આ મકાનોમાં રહેવાને બદલે ભાડે આપે છે અને પોતે પોતાના મૂળ ઝૂંપડામાં કે અન્ય મકાનોમાં રહે છે એવું ધ્યાનમાં આવ્યું છે જે યોગ્ય નથી.મ્યુ. કમિશનર અગ્રવાલે જણાવ્યું હતું કે, વુડા કે પાલિકા દ્વારા નિર્મિત મકાનો પૈકી જ્યાંથી આ પ્રકારની ફરિયાદો મળશે એ તમામ આવાસોની તબક્કાવાર મુલાકાત લઇને મૂળ માલિકોના નિવાસની ચકાસણી કરવામાં આવશે.