ગૅમઝોન અગ્નિકાંડમાં ૬ અધિકારી કાયમી ઘરભેગા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026  |   1881

રાજકોટમાં ૨૦૨૪માં થયેલા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ૬ અધિકારી કાયમી ઘરભેગા કરી દેવાયા છે. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો આધારે સુનાવણી શરૂ કરી હતી. જેમાં આજની સુનાવમીમાં હાઈકોર્ટમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. મનપાએ કહ્યું છે કે, સમગ્ર કેસની તપાસમાં મનપાના જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટ મનપાએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડની બાદ જે તપાસ કરવામાં આવી છે તેમાં જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરાઈ છે. આ અધિકારીઓને સિવિલ સર્વિસ નિયમો હેઠળ સજા ફટકારાઈ છે. અન્ય એક અધિકારીને સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ એકના વરિષ્ઠ અધિકારી સામે સજાની કાર્યવાહી કરાઈ છે. સુઓ મોટો પીટીશનમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રાજકોટ મનપા ફાયર ઓફિસર રોહિત વિગોરા, ટીપી વિભાગના અધિકારી ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, ઇલેશ ખેર અને રાજેશ મકવાણાને ડિસમિસ કરવામાં આવ્યા છે. જ્યારે ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયા અગાઉથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયાં છે. મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ખાતાકીય તપાસના અનુસંધાને આ ‘ડિસ્મિસલ ફોર સર્વિસ‘ કરવામાં આવ્યા છે.

ખાતાકીય તપાસમાં તમામ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી

એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ખાતાકીય તપાસમાં તમામ અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે અને આ ગંભીર બેદરકારીના કારણે જ તેમની સામે કડક કાર્યવાહી કરી ડિસમિસ કરવામાં આવ્યા છે. ૨૭ લોકોના મોત થયા અને તેમની પાછળ આ જ બધા અધિકારીઓ જવાબદાર હોવાનું કમિશનરની તપાસમાં સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

ડિસમિસ કરી દેવાયા

મનપાના તત્કાલિન ચીફ ફાયર ઓફિસ ઈલેશ ખેર, તત્કાલિન ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા અને ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જાેશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી, રાજેશ મકવાણા અધિકારીને ડિસમિસ કરી દેવાયા છે. જ્યારે તત્કાલિન ્ર્ઁં મનસુખ સાગઠીયાના નિવૃત્તિના લાભો અટકાવવામાં આવ્યા.

મનસુખ સાગઠિયાને પ્રોવિઝનલ પેન્શન ચૂકવાશે

તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા નિવૃત્તિવય વટાવી જતાં તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચુકવવા ર્નિણય કરાયો છે.

હવે કોઈ અધિકારીને સરકારી લાભ મળશે નહીં : બાર એસો.ના પૂર્વ ઉપપ્રમુખ

સિનિયર એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, કડક કાર્યવાહી કરવામાં આવતા હવે તેમને એક પણ પ્રકારના સરકારી લાભો મળી શકશે નહીં. પરંતુ હવે આ તમામ અધિકારીઓને મળવા પાત્ર થતી રકમ સરકાર દ્વારા મૃતકોમાં પરિવારજનોને અપાય તો તેમને સાચો ન્યાય મળ્યો કહેવાય.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution