સોલાર રેડિયેશન જાેખમથી દુનિયાભરમાં ૬ હજાર એ-૩૨૦ વિમાનો અંડરગ્રાઉન્ડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, નવેમ્બર 2025  |   13068


 નવી દિલ્હી, દુનિયામાં સૌથી વધુ વેચાતા એરબસના એ૩૨૦ સિરીઝના ૬૦૦૦થી વધુ એરક્રાફ્ટ પર તીવ્ર સોલાર રેડિએશનનું જાેખમ મંડરાઈ રહ્યું છે. આ ફ્લાઇટ કંટ્રોલ ડેટાને ખરાબ કરી શકે છે, જેનાથી એરક્રાફ્ટની ઊંચાઈ, દિશા, કંટ્રોલ જેવી અત્યંત મહત્વપૂર્ણ માહિતી ખોટી થઈ શકે છે. આ તકનીકી ખામીથી બચવા માટે ફ્રાન્સની વિમાન કંપની એરબસે એરલાઇન કંપનીઓને તેમના કાફલામાં સામેલ એ૩૨૦ સિરીઝના વિમાનોના સોફ્ટવેર અપડેટના નિર્દેશ આપ્યા છે. પરિણામે દુનિયાભરમાં ૬,૦૦૦ વિમાનોના ઓપરેશન પર અસર પડી છે.

ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે સોફ્ટવેર અપડેટના કારણે ભારતમાં અત્યાર સુધી કોઈ ફ્લાઇટ રદ થઈ નથી, પરંતુ કેટલીક ફ્લાઇટ્સમાં ૬૦-૯૦ મિનિટનો વિલંબ થઈ રહ્યો છે. ભારતમાં ઇન્ડિગો, એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ એ૩૨૦ સિરીઝના વિમાનોનું સંચાલન કરે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) અનુસાર, શનિવારે સવારે ૧૦ વાગ્યા સુધીમાં કુલ ૩૩૮ વિમાનોમાંથી ૧૮૯ એ૩૨૦ સિરીઝના વિમાનોનું સોફ્ટવેર અપગ્રેડેશન પૂર્ણ થઈ ગયું છે. તમામ પ્રભાવિત વિમાનોમાં સોફ્ટવેર અપગ્રેડેશન ૩૦ નવેમ્બરના રોજ સવારે ૫:૨૯ વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં અમેરિકન એરલાઇન જેટબ્લુના એક એ૩૨૦ વિમાનમાં પાયલટના કમાન્ડ વિના પિચ ડાઉન થવાની ઘટના બની હતી. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ કેનકનથી નેવાર્ક માટે ઉડાન ભરતી વખતે વિમાન અચાનક નીચેની તરફ ઝૂકવા લાગ્યું હતું. વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું. કેટલાક મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાેકે, એરબસની પ્રારંભિક તપાસમાં એક સર્વિસેબલ એલિવેટર એલેરોન કમ્પ્યુટરમાં ખામી સંભવિત કારણ ગણાવવામાં આવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution