18, સપ્ટેમ્બર 2025
વડોદરા |
1584 |
વરસાદના વિરામ વચ્ચે સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી જવાનો સીલસીલો યથાવત
હાલ છેલ્લા કેટલાક દિવસથી મેધરાજાએ વિરામ પાળ્યો છે. પરંતુ શહેર તેમજ આસપાસના વિવિધ વિસ્તારોમાં મગર, સાપ, અજગર વગેરે રહેણાંક વિસ્તારોમાં આવી જવાનો સીલસીલો યથવાત રહ્યો છે. ત્યારે શહેર નજિક અંકોડિયા- કોયલી રોડ ઉપર ગત મોડીરાત્રે 7 ફૂટનો અજગર આવી જતાં તેને પ્રાણી પ્રેમી સંસ્થાના કાર્યકરોએ રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો.
વાઇલ્ડ લાઇફ રેસકયુ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવારને ગત મોડી રાત્રે અંકોડિયા- કોયલી રોડ ઉપર થી કિરણભાઈ ચાવડા નો કોલ આવ્યો હતો કે એક મોટો સાપ જોવા મા આવ્યો છે. જેથી તુરંત વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ના કાર્યકર કિરણ શર્મા, હિતેષ પરમાર, અને ધ્રુવને સ્થળ ઉપર મોકલ્યા હતા. ત્યા સ્થળ પર જઈ ને જોઈ તો એક સાત 7 ફુટ નો ઈન્ડિયન રોક પાયથન એટલે અજગર જોવા મળ્યો હતો. પ્રાણી પ્રેમી સંસ્થાના કાર્યકરોએ અજગર ને અડધો કલાક ની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગ ને સુપ્રત કર્યો હતો.