બ્રિટન-

માત્ર 8 અઠવાડિયાંનાં બાળકે પિતાને 'હેલ્લો' કહીને દુનિયાને ચોંકાવી દીધી છે. આ બેબી બોય ચાર્લી દુનિયાનું સૌથી નાની ઉંમરમાં બોલતું બાળક બની ગયું છે. તે બ્રિટનમાં રહેતા નિક અને કેરોલિનનો દીકરો છે. ચાર્લીનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં તે પિતાના શબ્દોને ફરીથી બોલવાના પ્રયત્નો કરી રહ્યો છે.

આ વીડિયો ચાર્લીની માતા કેરોલિને શૂટ કર્યો છે. કેરોલિને કહ્યું કે, અમે પણ આ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયા છીએ અમે તેને હેલ્લો બોલવાનું કહી રહ્યા હતા અને તે આ શબ્દ સાંભળીને બોલી રહ્યો હતો.અમે તેનો વીડિયો વારંવાર જોઈએ છીએ અને અમને ખુશી અને ગર્વ થાય છે. આ ઉંમરમાં તે બોલવાની સાથે હસે પણ છે.