ગાંધીનગર-

ગુજરાતમાં નવા 80 કેસ સામે 200થી વધી દર્દીઓ સાજા થયા છે. કુલ 8.23 લાખ સંક્રમિતોમાંથી 810979 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. રિકવરી રેટ 98.46 ટકા થઈ ગયો છે. હાલ 2644 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં મોરબી, બોટાદ, અરવલ્લી, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, મહિસાગર, નર્મદા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા તાપીમાં કોઇ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે. અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, ભાવનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આજે શૂન્ય કેસ રહ્યા છે. રાજયના 6 જિલ્લા બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, કચ્છ, સુરેન્દ્રનગરમાં માત્ર એક-એક કેસ જ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 80 કેસો નોંધાયા છે. જ્યારે 2 દર્દીઓના મૃત્યુ થયા છે અને 228 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 2634 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 10064 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 823687 પર પહોંચ્યો છે.સુરત 21, અમદાવાદ 15, વડોદરા 8, અમરેલી 5, રાજકોટ 4, વલસાડ 3, આણંદ - દેવભૂમિ દ્વારકા- ગીરસોમનાથ- ખેડા- મહેસાણા- નવસારી- પોરબંદર- જૂનાગઢ- જામનગર 2, બનાસકાંઠા- ભરૂચ- ભાવનગર -ગાંધીનગર - કચ્છ- સુરેન્દ્રનગર 1.