CBSE  ધો.૧૨માં ૮૫.૨૦% વિદ્યાર્થી પાસ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026  |   3861

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ ૧૨નું પરિણામો જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે, કુલ ૯૫.૨૦% વિદ્યાર્થીઓએ સીબીએસઇ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા પાસ કરી છે. ગત વર્ષે, ૨૦૨૫ માં પાસ થવાની ટકાવારી ૮૮.૩૯% હતી. સીબીએસઇ ધો.૧૨મા બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતાં સારો દેખાવ કર્યો છે. છોકરીઓનો કુલ પાસ ટકાવારી ૮૮.૮૬ ટકા છે, જ્યારે છોકરાઓનો પાસ ટકાવારી ૮૨.૧૩ ટકા છે.આ વર્ષે ઝ્રમ્જીઈ ૧૨માના પરિણામમાં કુલ ૯૪,૦૨૮ વિદ્યાર્થીઓએ ૯૦ ટકા અને તેથી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે ૧૭,૧૧૩ વિદ્યાર્થીઓ એવા છે જેમણે ૯૫ ટકાથી વધુ ગુણ મેળવ્યા છે. ૯% થી વધુ વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે,આ વર્ષે સીબીએસઇ ૧૨માના પરિણામોમાં, કુલ ૧૬૩,૮૦૦ વિદ્યાર્થીઓ, એટલે કે, ૯.૨૬%, કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

સીબીએસઇ એ ઉમંગ એપ પર પણ પરિણામોની ઍક્સેસ આપી છે. વિદ્યાર્થીઓ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરી શકે છે. લોગ ઇન કર્યા પછી, ઝ્રમ્જીઈ વિભાગમાં જાઓ અને તમારી વિગતો દાખલ કરો. સબમિટ કર્યા પછી, પરિણામો સ્ક્રીન પર દેખાશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution