બોલીવુડના જાણીતા એક્ટર અને ચરિત્ર અભિનેતા અનુપમ ખેરના માતા કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓને મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સાથે જ જાણવા મળી રહ્ય્šં છે કે અનુપમ ખેરના માતાની સાથે સાથે તેમના ભાઈ સહીત કુલ ચાર લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક્ટર અનુપાન ખેરે પોતાના ટ્‌વીટર પર ટ્‌વીટ કરીને માહિતી આપી હતી. તેમને લખ્યું હતું કે તેમના માતા દુલારી કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે, તેમને લખ્યું હતું કે ઘણીબધી તકેદારી રાખવા છતાં તેમના ભાઈ, ભાભી અને ભત્રીજી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમનો પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બીએમસી ને પણ જાણ કરી દેવામાં આવી છે, મળતી માહિતી મુજબ, અનુપમ ખેરના સમગ્ર પરિવારનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં અનુપમ ખેરને છોડીને લગભગ તમામ સભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.