વડોદરા ઃ વડોદરા શહેર અને તેથી આસપાસના ગ્રામય વિસ્તારોમાં પણ રસ્તે રખડતી ગાયોના ત્રાસ વધુને વધુ વણસત રહ્યો છે. અને રોજ બેરોજ વાહન ચાલક તેનો ભોગ બની રહ્યા છે. જેના પરિણામ રૂપે ગત મોડી રાત્રે કોયલી ગામ પાસે વધુ એક મેકવાન પરિવારના વડીલ દંપતી સહિતની પૌત્રીને ગાયો અકસ્માત નડતાં ત્રણેયને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેમાં ૯ વર્ષની નાની પૌત્રીને આઠ થી દશ ટાંકા આવતાં તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવમાં માસુમ બાળકીની આંખનો આબાદ બચાવ થયો હતો. આ સાથે ગાયનાં અકસ્માતનો વધુ એક નોંધપાત્ર બનાવ બનતાં શહેરમાં ભારે ચર્ચાનો વીષય બન્યો છે. નગરજનોમાં રોષની લાગણી સાથે ઢોરોના ત્રાસ દુર કરવાની પાલીકાનાં સત્તાધીશો સમક્ષ બુલંદ માંગ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના પથારાઓના દબાણ હટાવવામાં બાહોશ મેયર ગૌપાલકો સામે મિંદડી બનીને કોઈ અસરકારક કામગીરી ન કરતાં ગૌપાલકો નિર્ભય પણે પોતાના ઢોરોને બિન્દાસ રસ્તે રખડતાં છોડી દેતાં હોય છે. ત્યારે આ ઢોરો પોતાના ખોરાક અર્થે જાહેર માર્ગો ઉપર રખડતાં ઢોરોના લીધે વાહન ચાલકોને શિંગડે ભેરવવાના તથા ભેટી મારવાના અનેક બનાવો બની રહ્યા છે. શહેરમાં ઢોરોના ત્રાસને મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ શહેરજના મેયરને ટકોર કરી રસ્તે રખડતાં ગાયો અને ઢોરોનો ત્રાસ દુર કરવાનુ જણાવ્યું હતું. પ્રારંભે શૂરા એવા ટેકનોક્રેટ મેયર કેયુર રોકડીયાએ રસ્તે રખડતાં ગાયોને પકડવાની ઝુબેશ શરૂ કરી હતી. તે બાદ સમય જતાં આ ઝુબેશમાં ઢીલી નિતી અપનાવવાની શરૂઆત થઈ હતી. જેના લીધે શહેરમાં રસ્તે રખડતી ગાયોનો ત્રાસ યથાવત રહ્યો છે. જેના પરિણામે વડોદરા શહેરમાં ગાયોના ત્રાસ ચરમસીમાએ પહોંચતા એક જ અઠવાડીયામાં રસ્તે રખડતી ગાયોના પાપે નોધપાત્ર પાંચ બનાવો નોંધાયા છે. ગઈકાલે રાત્રે વધુ એક બનાવ કોયલી ગામ પાસે બનાવ પામ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે શહેરના નિઝામપુરા સુર્યનગરમાં મકેવાન પરીવાર રહે છે. આ પરીવારના વડીલ દંપતિ જયંતીભાઈ મેકવાન તથા તેમના પત્ની પુષ્પાબેન મેકવાન તથા તેમના નવ વર્ષની પૌત્રી સિઝેનને લઈને બોરસદ તાલુકાના દહેવાન ગામે ખેતીનું કામ પતાવી બાઈક પર રાત્રીના નવ વાગ્યાની આસપાસ ઘરે આવી રહ્યા હતા. તે વખતે કોયલી ગામના રોડ પરથી આવતાં હતા. ત્યારે રાત્રીના રસ્તે રખડતી ગાય કોઈ કારણસર દોડતી આવી જયંતિભાઈની બાઈક અડફેટે લીધી હતી. જેથી મેકવાન દંપતિ સહિત પૌતી સિઝેન મેકવાને ઈજાઓ થવા પામી હતી. માસુમ બાળકીને કપાળના તથા મોઢાના ભાગે ઈજાઓ થવાથી આંખ બચી જવા સાથે આઠથી દસ ટાંકા આવ્યા હતા. આ બાળકી ધો. ૪માં ફતેગંજની કોન્વેન્ટ સ્કુલમાં અભ્યા કરી રહી છે. આ બનાવને કોયલી ગામના લોકો દોડી આવ્યા હતા. સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તો પ્રત્યે માત્ર સંવેદના વ્યકત કરી ગંભીરતા ઓછી આંકતા મેયર

વડોદરા શહેરમાં રસ્તે રખડતાં ગાયોના ત્રાસ મામલે શહેરનાં મેયર કેયુર રોકડીયાએ જણાવ્યુ હતુ કે પાલિકાની હદ વિસ્તારમાં વધતાં શહેર નજીકના ગામડાઓ હદમાં સમાવેશ થતાં ગામના ઢોરોને કારણે ઢોરોની સંખ્યા વધી છે. તેમ ઉમરી કહ્યુ હતુ કે પાલિકા તરફ રસ્તે રખડતી ગાયો સામે પકડવાની સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. અને ગૌપાલકો સામે શિક્ષાત્મક પગલા ભરવા સાથે પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. વિધાનસભામાં પશુ નિયત્રણનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ હાલના તબ્બકે રોક લગાવવામાં આવી છે. અને ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યકત બનાવનો ગંભીરતાને ઓછી આંકવાનો પ્રયાસ કર્યો હતો.