વડોદરા, તા. ૧૨

સેન્ટ્રલ માધ્યમિક શિક્ષા બોર્ડ (સી.બી.એસ.સી.) બોર્ડ દ્વારા આજે ધોરણ દસ અને બારનું પરીણામ જાહેર થયું હતું. સમગ્ર શહેરમાં ધોરણ દસનું ૯૩.૧૨ ટકા પરીણામ જ્યારે ધોરણ બારનું ૮૭.૩૩ ટકા પરીણામ જાહેર થવાની સાથે મોટાભાગની શાળાનું પરીણામ પણ સો ટકા આવતા શિક્ષકો , વાલીઓ તેમજ વિદ્યાર્થી વર્ગમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કોરોના કાળ બાદ શિક્ષણ પધ્ધતિમાં બદલાવ આવવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે ત્યારે પરીણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ એકબીજા વચ્ચે સ્પર્ધા ન લગાવે તે માટે સી.બી.એસ.સી. બોર્ડ દ્વારા મેરીટ લીસ્ટ જાહેર કર્યું નથી તેમજ પ્રથમ , દ્વીતીય અને તૃતીય નંબર પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા નથી. સી.બી.એસ.સી.નુ ધોરણ દસ અને બારનું પરીણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. શહેરની મોટાભાગની શાળાઓનું સો ટકા પરીણામ આવ્યું હતું. જેમાં સમગ્ર શહેરમાં ધોરણ બાર વિજ્ઞાનપ્રવાહમાં પ્રથમ ક્રંમાકે ગુજરાત પબ્લીક સ્કુલ અટલાદરાનો વિદ્યાર્થી હિંમાશું પંચાલ આવ્યો હતો. તે સિવાય નવરચના ઈન્ટરનેશનલ સ્કુલ , પ્રીન્સ અશોકરાજે ગાયકવાડ સ્કુલ , ગુજરાત પબ્લીક સ્કુલ , ઈરા ઈન્ટરનેશનલ સ્કુલ તેમજ ભવન્સ સ્કુલ સહિતની અન્ય શાળાઓએ પણ સો ટકા પરીણામ પ્રાપ્ત કર્યું હતું. કોરોનાકાળ બાદ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓએ મહેનત કરીને સો ટકા પરીણામ લાવતા અનેક શાળાઓના આચર્ય , શિક્ષક તેમજ વાલીઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.

હરીફાય ન સર્જાય તે માટે મેરિટ લીસ્ટ જાહેર ન કર્યું

આ વર્ષે સી.બી.એસ.સી. દ્વારા તેમની વેબસાઈટ પર મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ નથી.આ બાબતે તેઓએ એક પ્રેસનોટના માધ્યમથી માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ વચ્ચે નાદુરસ્ત સ્પર્ધા યોજાતી હોય છે જેના પરીણામે આપધાત જેવા કિસ્સાઓ પણ વધતા જતા હોય છે આ પ્રકારના બનાવો ન બને તેમાટે તેઓ દ્વારા આ વર્ષે મેરીટ લીસ્ટ જાહેર કર્યું નથી. તે સિવાય વિદ્યાર્થીઓને પ્રથમ , દ્વિતીય ક્રમાંક પણ આપવામાં આવ્યા નથી