કોરોના કેસો વધતા આ રાજયમાં 10 દિવસનું લોકડાઉન લાગુ કરાશે, આ તારીખથી અમલી
16, જુલાઈ 2021

ઇમ્ફાલ-

દેશમાં કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ ફરી આતંક મચાવી રહ્યો છે. આ બધા વચ્ચે મણિપુરમાં ઘણા બધા કેસો સામે આવ્યા છે. ત્યાંની સરકારે દ્વારા કોરોનાની ચેઇન તોડવા માટે ૧૦ દિવસનું લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે. આ લોકડાઉન ૧૮ જુલાઇથી લાગુ પડશે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં કફ્ર્યૂ રહેશે, સ્વાસ્થ્ય વિભાગના કહ્યા મુજબ કોરોનાના વધતાં કેસોની ચેઈન તોડવા માટે થઈને આ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે.

મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે આ લોકડાઉનની જાહેરાત કહ્યું છે કે આ કફ્ર્યૂ દરમ્યાન આવશ્યક સેવાઓ સિવાય રાજ્યમાં બધી જ સેવાઓ બંધ રહેશે. માત્ર રસીકરણ અને ટેસ્ટ કરવા માટે બહાર નીકળવાની પરમીશન આપવામાં આવી છે. જાે ત્યાંના કેસોની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ૧,૧૦૪ કેસો સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૧૭ લોકોના મૃત્યુ થયા હતા. આ આંકડાઓને કારણે ત્યાં લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું. ત્યાંના સ્વાસ્થ્ય વિભાગના કહ્યા મુજબ આ સક્રિયતાનો દર ૮૮.૧૫ ટકા છે. જે સૌથી વધુ ચિંતાજનક છે. જાણકારી મુજબ રાજ્યમાં ૭ જિલ્લાઓમાં ૮ મેના કેસોને ધ્યાનમાં લઈ પહેલેથી લાગુ પડેલ લોકડાઉનને ૧૦ દિવસ સુધી વધારવામાં આવ્યું હતું. આ કફ્ર્યૂ ૩૦ જૂન સુધી જ પૂરું થતું હતું, પણ કોરોનાના કેસો વધતાં લોકડાઉન વધારવામાં આવ્યું હતું. આ બધા વચ્ચે ઁસ્ મોદીએ તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહરાષ્ટ્રના મુખ્યમંત્રીઓ સાથે વચ્ર્યુઅલ મિટિંગ કરી. આ બધા જ રાજ્યોને કોરોના વધતાં કેસોને લઈ તેમણે કહ્યું કે આ સંકટ સમયમાં એક બીજા જાેડેથી કઇંક શીખવાનો પ્રયાસ કરો. આપણે હાલ એવી સ્થિતિમાં છીએ જ્યાં ત્રીજી લહેર દરવાજે જ ઊભી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution