અમદાવાદ-

વડોદરામાં રહેતી યુવતીના પિતા દારૂના નશામાં રહી ઘરે ન આવતા હોય તથા માતા અન્ય યુવક સાથે ભાગી ગઈ હોવાથી તંગ આવેલી 20 વર્ષીય યુવતી ઘરેથી ભાગી અમદાવાદમાં આવીને પોતાનું નામ અને જાતિ બદલી ભીખ માંગવા લાગી હતી. જો કે આ અંગેની જાણ અભયની ટીમને થતા અભયની ટીમે યુવતીનું કાઉન્સેલીંગ કરીને યુવતીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓએસસીમાં મોકલી આપી હતી.

શહેરના સિવિલ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકે 181 અભય મહિલા હેલ્પલાઈન પર ફોન કરી જણાવ્યું હતું કે, એક 15 વર્ષી જેટલી ઉમંરની છોકરી એકલી બેઠી છે પોતાનું નામ જણાવે છે અને બીજુ કંઈ જણાવતી નથી. જેથી 181 ની ટીમે ઘટના સ્થળે પહોંચી જો યુ તો આ યુવતી માનસિક રીતે બિમાર હોય તેવુ વર્તન કરી રહી હતી. જેથી 181 ની ટીમે પુછપરછ કરી ત્યારે યુવતી જોર જોર થી હસવા લાગી હતી. જો કે અભયની ટીમે આ જગ્યાએ કેમ આવી તેમ પુછતા સગીરાએ ભીખ માંગુ છું એવી રીતે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. ઉમંર પુછતા પોતે 5 વર્ષીય હોવાનું જણાવ્યું હતું. જેથી અભયની ટીમે તેમની ગાડીમાં બેસાડીને સગીરાને શાંત પાડીને કાઉન્સેલીંગ કર્યું ત્યારે સગીરાએ જણાવ્યું હતું કે, પોતે પંજાબની છે અને વડોદરા તેનું ઘર છે. તેના માતા-પિતા સાથે વડોદરા રહેતી હતી. તેની ઉમર 20 વર્ષની છે. તેના પિતા દારૂ પીને બહાર જ રહેતા હતા. મમ્મી બીજા સાથે ભાગી ગઈ હતી જેથી યુવતીનું કોઈ ભાઈ બહેન ન હોવાથી પિતાના ત્રાસથી તે અમદાવાદ બે દિવસ પહેલા આવી પોતાનું નામ અને જાતિ છુપાવી અમદાવાદમાં ભીખ ને ખાવા લાગી હતી. જો કે યુવતીએ તેના પપ્પાને નંબર યાદ હોવાથી અભયની ટીમે ફોન કર્યો ત્યારે યુવતીના પિતાએ ફોન કાપી નાખ્યો હતો. જેથી યુવતીને સુરક્ષાની જરૂર હોવાના કારણે 181 ની ટીમ દ્વારા યુવતીને ઓએસસી માં મૂકવામાં આવી હતી.