ગાંધીનગર-

ગાંધીનગર મનપા ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. તમામ પક્ષો દ્વારા વકરી રહેલા કોરોના કેસ વચ્ચે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મનપામા ભવ્ય જીત બાદ “આપ” દ્વારા ગાંધીનગર મનપા માં પણ ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે. જાે કે અહીં આપને ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે.

ગાંધીનગર મનપા માટે ઉમેદવારી પાત્રો ભરાઈ ચુક્યા છે. ત્યારે ફોર્મ આજે ફોર્મ પરત ખેચવા માટેનો અંતિમ દિવસ હતો. જેમાં ‘આપ’ના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડ નંબર ૫ના ‘આપ’ના ઉમેદવાર નિશિરાજ રમલાવતે ફોર્મ પરત ખેંચ્યુ છે. તો આપ પાર્ટીના જ કુંપલ દવેએ ફોર્મ પરત ખેંચ્યું છે. આપ ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ‘આપ’ને ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે. છછઁના ઉમેદવાર નિશિરાજ રમલાવત ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જાેડાયા છે. અગાઉ યુથ કોંગ્રેસમાં મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગાંધીનગર મનપામાં થી કુલ ૫ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. વોર્ડ નં. ૫, ૬, ૯ અને ૧૦ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. અપક્ષ ઉમેદવાર વિશ્વજીત ઠાકોર, અમિત ભારતી અને શિરીષ મોદીએ ફોર્મ પરત લીધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપા વોર્ડ ન. ૧૦ ના ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યા છે. પૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્ર પટેલ ૧૦ નંબરના વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે.