દિલ્હી-

ભારતીય જનતા પાર્ટીના બિહારના મુઝફ્ફરપુરથી સાંસદ અજય નિષાદે દેશમાં વધતી વસતી પર અંકુશ મેળવવા માટે વિચિત્ર ઉપાય સુઝાવ્યો છે. તેમનું કહેવુ હતું કે જે દંપતીને પહેલાથી જ બે બાળકો છે અને તેઓ ત્રીજુ બાળક પેદા કરવા માંગે છે તો પહેલા સરકાર પાસેથી એનઓસી લઈ લે. 

ભાજપના બિહાર પ્રદેશ ઉપ પ્રમુખ અજય નિષાદનું કહેવુ હતું કે દેશમાં એવો કાયદો બનવો જરુરી છે જેમાં ત્રીજુ બાળક પેદા કરવા માટે સરકાર પાસેથી એનઓસી લેવુ ફરજિયાત કરવામાં આવે. તેમનું કહેવુ હતું કે દેશમાં વધતી વધતી વસતી અને તેની લીધે પેદા થતાં પડકારોને જાેતા આ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવને લઇને જલ્દી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની મુલાકાત લેશે. જેથી કાયદો બનવાની દિશામાં કામ થઇ શકે.