લેબનાનની રાજધાની બેરૂતમાં ભયાનક વિસ્ફોટ, 73 લોકોના મોત

બેરૂત-

લેબનાનની રાજધાની બેરૂતમાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેને લોકોને હચમચાવી નાખ્યાં છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, શહેરના અનેક ભાગોમાં ધરતી ધ્રુજી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ધમાકાને લીધે મકાનોની બારીના કાચ પણ તૂટી ગયા હતાં.

મળતી માહિતી મુજબ, આ દુર્ધટનામાં 73 લોકોના મોત થયાં છે, જ્યારે 3700થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે, આ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરી દેવામાં આવ્યા છે. લેબનાનના ભારતીય દૂત સુહેલ અઝાઝ ખાને કહ્યું કે, અમારા બધા દૂતાવાસ કર્મચારી સુરક્ષિત છે. અમે ભારતીય સમુદાયના સભ્યોના સંપર્કમાં છીએ. અત્યાર સુધી કોઇ ભારતીયના જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી. અમે ચુસ્ત બંદોબસ્ત રાખી રહ્યા છીએ અને સતત ભારતીય સમુદાયના સંપર્કમાં છીએ.

તેમણે જણાવ્યું કે, કેન્દ્રીય બેરૂતમાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, કેટલાય લોકોને કાચ અને કાટમાળ સાથે ઉડતા જોયા હતા. લેબનાનના રેડ ક્રોસના અધિકારી જૉર્જેસે જણાવ્યું કે, આ હુમલામાં કેટલાય લોકો મૃત અને ઇજાગ્રસ્ત થયા છે, પરંતુ તેમની પાસે કોઇ સ્પષ્ટ આંકડા મળતા નથી. આ વિસ્ફોટમાં હજારો લોકોને નુકસાન થયું છે.વિસ્ફોને કારણ તાત્કાલિક જાણવા મળ્યું નથી. લેબનાનની સ્થાનિક મીડિયા પાસેથી મળતી શરૂઆતી માહિતી મુજબ, આ ધમાકો બેરૂત પોર્ટ પર કોઇ ઘટનાને લીધે થયો હોય શકે છે. એક સ્થાનિક નાગરિકે ટ્વીટ કરીને કહ્યું કે, અમારી ઇમારતો હલી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution