વડાપ્રધાનના વડોદરામાં યોજાનાર કાર્યક્રમને લઈને તંત્ર તેમજ ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠન દ્વારા પણ છેલ્લા ૧પ દિવસથી મહત્તમ લોકો વડાપ્રધાનની સભામાં ઉપસ્થિત રહે તે માટે ગ્રૂપ મિટિંગો, વ્યક્તિગત સંપર્કો કરવામાં આવ્યા હતા. ત્યારે આવતીકાલે લોકો સભાસ્થળે સરળતાથી પહોંચી શકે તે માટે શહેરના વિવિધ સ્થળે બસો તેમજ સભાસ્થળે પાર્કિંગની સ્લોટ મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપાના મહામંત્રી, શહેર ભાજપા પ્રમુખે, રાજ્ય સરકારમાં વડોદરાના મંત્રી, સાંસદ, ધારાસભ્યો, મેયર તેમજ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શહેરના બધા જ મુખ્ય લોકોની બેઠક સર્કિટ હાઉસ ખાતે ધાર્મિક સંસ્થાઓ, ઈન્ડસ્ટ્રીઝ એસો. એનજીઓ સાથે ચર્ચા કરીને શનિવારના રોજ બધા જ વેપાર-ધંધા બંધ રાખીને મોદીના કાર્યક્રમમાં ભાગ લે તે પ્રમાણે નિર્ણય કર્યો છે.

તમામ કાર્યકર્તાઓ માટે ૨,૦૦,૦૦૦થી વધુ કેપની વ્યવસ્થા સાથે નજીકના વોર્ડ નં.૪, પ, ૬ અને ૧૫માં કાર્યક્રમના સંદર્ભે કાર્યાલયની શરૂઆત કરી છે. જ્યારે સભાના સ્થળ ઉપર ૧૦ વાગ્યા સુધી બધા જ કાર્યકર્તાઓ જઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિધાનસભા મુજબ વોર્ડવાઈઝ અલગ અલગ સ્થળેથી બસમાં સભાસ્થળે લઈ જવાશે.