વડોદરા,તા.૨૯

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીની સિન્ડિકેટની બેઠક મળી હતી. બેઠકમાં યુનિ. પરિસરમાં બની રહેલ અસમાજીક ઘટનાઓ અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. અને સમગ્ર સ્થિતિને ગંભીરતાથી લઇ સિન્ડિકેટ બેઠક એક હાઇપાવર કમિટિની રચના કરવામાં આવી છે.કમિટિ સિન્ડિકેટ સભ્ય મંયક પટેલના વડપણ હેઠળ પાંચ સિન્ડિકેટ સભ્યો સહિત એક એડવોકેટ અને ડેપ્યુટી રજીસ્ટ્રાર નો સમાવેશ સાથે કાર્યરત રહેશે. હાઇપાવર કમિટિમાં જે પણ નિર્ણયો કરવામાં આવશે તેને ફરીથી સિન્ડિકેટ બેઠકમાં મંજુર કરવાના રહેશે નહી. તેવી સત્તા કમિટિને આવામાં આવી છે. ત્યારે યુનિ. પરિસરમાં કોઇપણ વિદ્યાર્થી અસમાજીક પ્રવુતિઓ કરતા દોષિત જણાશે તો તેવા વિદ્યાર્થીઓને પ્રવેશબંધી સહિત યુનિમાંથી રેસ્ટ્રીકેટ કરવા સુધીની કડક કાર્યવાહીના નિર્ણયો પણ લેવામાં આવશે.

 યુનિ. સત્તાધીશો યુનિ. પરિસરમાં ઘટીત અપ્રિય ઘટનાઓને ગંભીરતાથી લિધી છે. અને એટલેજ આ હાઇપાવર કમિટિ વિદ્યાર્થીનીઓ સાથે બનતી અઘટિત ઘટનાઓ, મારામારી, સહિતની ઘટનાઓ અંગે નિર્ણય કરશે.અને તેને રોકવા સહિત દોષિતો સામે પગલા લેવા માટેનાં પણ નિર્ણયો કરશે. આ હાઇપાવર કમિટિ તાજેતરમાં યુનિ.પરિસરમાં બનેલ ઘટનાઓ અંગે મોટી કાર્યવાહી કરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. બેઠકમાં યુનિ.કેમ્પસમાં કાર્યરત સીસીટીવી કેમેરા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને સીસીટીવી નાં કોન્ટ્રાકટની સ્થિતિ. સીસીટીવી દ્વારા નિરિક્ષણ સહિતનાં મુદ્દાઓ પર પણ વિચારણા કરવામાં આવી હતી. તાજેતરમાં બનેલ મારામારી – છેડતીનાં બનાવમાં પણ આ હાઇપાવર કમિટિ વિગતો મેળવી પગલા લે તેવી શકયતાઓ છે.

સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખપદે

પ્રો.નામ્બિયારની નિમણૂક

આ વર્ષે યુનિ. સત્તાધીશો વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી યોજવા માટે વિદ્યાર્થી સંગઠનોની માંગ છતાં યુનિ. સત્તાધીશોએ વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી યોજવામાં નિષ્ફળ રહ્યા હતા. હાલ યુનિ.માં વિદ્યાર્થીઓનાં ગંભીર પ્રશ્નોને લઇને કોઇ રજુઆત સાંભળનાર જ નથી. ત્યારે મોડે મોડે સ્થિતિની ગંભીરતા જાેતા યુનિ. સત્તાધીશોએ પ્રોફેસર નામ્બિયાર ને યુનિ. સ્ટુડન્ડ યુનિયનમાં પ્રમુખ તરીકે નિમણુંક કર્યા છે. તેઓ વિદ્યાર્થીઓ વતી યુનિ. સત્તાધીશોને રજુઆત કરશે.