કર્ણાટક

કર્ણાટકમાં કોરોનાનો કહેર દરમિયાન કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ આજે શુક્રવારે ૧૦ મે થી ૨૪ મે લોકડાઉનની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતુ કે કોવિડ-૧૯ના કેસોમાં વધારો થઈ રહ્યો છે, કર્ફ્‌યૂથી કોરોના સંક્રમણ અટકી શક્યુ નથી. તેથી ૧૦મી મેના સવારના ૬ કલાકથી ૨૪મી મેના રોજ સવારે ૬ વાગ્યા સંપૂર્ણ લોકડાઉન અમલી કરવામાં આવશે.

તમામ હોટલો, પબ અને બાર બંધ રહેશે. સવારે ૬થી ૧૦ સુધી રેસ્ટોરન્ટ, માંસની દુકાનો અને શાકભાજીની દુકાનો ખુલ્લી રહેશે. મુખ્યપ્રધાને જણાવ્યું હતુ કે આ લોકડાઉન અસ્થાયી છે, તેમણે પરપ્રાંતિય મજૂરોને રાજ્ય ન છોડવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે સવારે ૧૦ વાગ્યા પછી કોઈપણ વ્યક્તિને લોકડાઉનમાં જવા અને આવવા દેવામાં આવશે નહીં. તેમણે પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે. તેમણે આ ર્નિણય વધતા મૃત્યુ અને વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને લીધો છે.

ગુરૂવારે કર્ણાટકમાં કોરોના વાઇરસના ૪૯,૦૫૮ નવા કેસ નોંધાયા હતા અને ૩૨૮ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૯૦,૧૦૪ લોકો કોરોના સંક્રમિત થઇ યૂક્યા છે અને ૧૭,૨૧૨ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. બુધવારે રાજ્યમાં કોરોના વાઇરસના ચેપના નવા ૫૦,૧૧૨ કેસ નોંધાયા હતા અને ૩૪૬ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.