કોરોના કાળમુખો બનતા મહારાષ્ટ્રમાં આ જગ્યાએ 4 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન
24, માર્ચ 2021

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના બીડ અને નાંદેડમાં સરકારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યું છે. આ લોકડાઉન 26 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન શહેરમાં મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. સાથે જ કોલેજ અને સ્કુલ પણ નહિ ખોલવામાં આવશે. આ સિવાય તમામ પ્રાઈવેટ ઓફિસ પણ બંધ રાખવા અને વર્ક ફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 47239 દર્દી મળ્યા, 23,913 સાજા થયા અને 227નાં મોત થયાં છે. આ સતત પાંચમો દિવસ હતો, જ્યારે નવા કેસ 40 હજારથી વધુ રહ્યા. મોતનો આંકડો પણ આ વર્ષે સૌથી વધુ છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર લાગેલા પ્રતિબંધોને 31 એપ્રિલ સુધી વધારી દીધા છે.

દેશમાં અત્યારસુધીમાં 1 કરોડ 17 લાખ 33 હજાર 594 લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે, તેમાંથી 1 કરોડ 12 લાખ 3 હજાર 16 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 3.65 લાખ લોકોની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution