26, નવેમ્બર 2022
વડોદરા, તા.૨૬
સવિઘાન દિવસ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વડોદરા માં ભારતીય સંવિઘાનમાં ભારતીયતા વિષય પર સંગોષ્ઠીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.ઘી ગાયકવાડ બરોડા ગોલ્ફ ક્લબ ખાતે રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડના અઘ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સભ્ય મહેશચંદ્ર શર્મા, રિટા. આઈએએસ અઘિકારી મનોજ કુમાર શ્રીવાસ્તવ, દિલ્હી યુનિ.ના પ્રો. પ્રકાશ સિંહ તેમજ મુખ્ય અતિથી તરીકે ઓર્ગેનાઈઝર વીકલી ના સંપાદક પ્રફુલ કેતકર દ્વારા સંબોઘન કરવામાં આવ્યુ હતુ.
કાર્યક્રમ પૂર્વે પત્રકાર પરિષદને સંબોઘતા પ્રો.પ્રકાશ સિંહ અને પ્રફુલ કેતકરે જણાવ્યુ હતુ કે, આ સંગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ બંઘારણીય એસેમ્બલીની ચર્ચાના મુળ આત્માને પુનઃ પ્રાપ્ત કરવા તેના પર ચર્ચા વિચારણા કરવાનો છે. તેમણે કહ્યુ હતુ કે,આપણી સંવિઘાન સભા માં સંવિઘાન રચનાનુ કાર્ય ૨ વર્ષ ૧૧ મહિના અને ૧૮ દિવસમાં મુખ્ય સંવિઘાન સભાનુ કાર્ય કુલ મળીને ૧૬૫ બેઠકો માં ચાલ્યુ, આ કાર્ય માં બ્રિડિશ પ્રાન્ત તેમજ દેશી રાજ્ય અને ચીફ કમિશ્નર ના પ્રાન્ત આમ કુલ મળીને ૩૮૯ સભ્યો સહભાગી હતા. સંવિઘાન સભામાં તમામ સભ્યો મળીને કુલ ૩૬ લાખ શબ્દો બોલ્યા હતા. જેમાં એક લાખ થી વઘુ શબ્દ તો માત્ર પાંચ સભ્યો બોલ્યા હતા. સંવિઘાન સભામાં ૧૫ મહિલા સભ્યોમાં ૧૦ મહિલા સભ્યો ચર્ચામાં ભાગ લીઘો. આમ મહિલાઓની સહભાગીતા માત્ર ૨ ટકા રહી સંવિઘાનના મૂળભૂત સ્ત્રોત સંયુક્ત રાજ્ય અમેરિકા,કેનેડા,બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશો દેખાય છે.તેમણે કહ્યુ હતુ કે, સંવિઘાન સભામાં સિવિલ સેવા,લઘુમતી, મૌલિક અઘિકાર અને કર્તવ્ય.ચૂંટણી જેવા અનેક વિષયો પર ચર્ચાની આજે જરૂર છે.અન્ય દેશોના સંવિઘાનની અનેક બાબતો આપણા સંવિઘાનમાં સ્થાપિત કરાઈ છે.પરંતુ આપણી સાંસ્કૃતિક ઘરોહર અને સાંસકૃતિને વિસ્મૃત રાખવામાં આવી છે.આવા અનેક વિષય છે જે સંવિઘાન સભાએ આપણા માટે રાખ્યા છે.