13, ફેબ્રુઆરી 2021
2673 |
હૈદરાબાદ-
આંધ્ર પ્રદેશના કાકીનાડામાં શુક્રવારે વહેલી સવારે વાયએસઆર કોંગ્રેસના એક કોર્પોરેટરને કાર દ્વારા કચડી નાંખીને તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
એક બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપવા બાબતે આ હત્યા થઈ હોવાનું જાણવા મળે છે. કોર્પોરેટર નામે કામપારા રમેશે એક કોન્ટ્રાક્ટરને એક બર્થ ડે પાર્ટીમાં ન આવવા બદલ ઠપકો આપ્યો હતો. જો કે, પોલીસે જણાવ્યું છે કે, તે હજી આ બાબતે તપાસ કરીને હત્યા પાછળનું કારણ શોધી રહી છે. કોર્પોરેટરે આગળ રસ્તો રોકીને કારને ઊભી રાખવા પ્રયાસ કર્યો તો ચાલકે તેમને સીધા અડફેટે લઈને તેમને કચડી નાંખીને તેમની હત્યા કરી નાંખી હતી. આ હુમલાખોરો પૈકીનો એક કોન્ટ્રાક્ટર નામે ગુરઝલા વીરા વેંકટા સત્યનારાયણ ઉર્ફે ચીન્ના હતો જ્યારે બીજો તેનો ભાઈ નામે કુમાર હતો. તેમણે કાર રીવર્સ લીધી હતી અને પછી તેમના પર ચડાવી દઈને તેમની હત્યા કરી નાંખી હતી. સમગ્ર બનાવ સીસીટીવી કેમરામાં રેકોર્ડ થયો હતો અને આ વિડિયો વાયરલ પણ થયો હતો.