પાદરા ઃ પાદરા ના લતીપુરા ગામ સિમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. ખેતરમાં મરચા વીણતા વેળાએ એકાએક વીજળી પડતા ખેડૂત નું ઘટના સ્થળેજ મોત થયું હતું. ૧૦૮ મદદ દ્વારા ખેડૂત ને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ખસેડ્યા જ્યા તબીબી બે ખેડૂત ને મૃત જાહેર કર્યા હતા. ખેડૂત ની આજુબાજુ રહેલી એક મહિલા ને પણ વીજળી નો ઝાટકો લાગ્યો જાેકે તેનો આબાદ બચાવ થયો હતો. ઝાડ સાથે અથડાઇ ને વીજળી ખેડૂત પર પડી હતી. પાદરા લતીપુરા ગામ સીમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડતા એકાએક મોત થયું છે. આજે પાદરામાં બદલાયેલા મોસમ વચ્ચે બપોર બાદ એક સાથે પવનના સુસ્વાઠા સાથે વરસાદ પડ્યો હતો અને કરા પણ પડ્યા હતા તેની સાથે સાથે વીજળી પડી હતી લતીપુરા રોડ પર એક ખેતરમાં વીજળી પડતા ખેતરમાં મરચા વીણતા વેળાએ એકાએક વીજળી પડતા ખેડૂત નું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. ઠાકોરભાઈ પ્રભાત ભાઈ પઢીયાર નામના ખેડૂતનું વીજળી પડતા મોત થયું હતું. જે બાબતની જાન ૧૦૮ કરતા ૧૦૮ મદદ દ્વારા ખેડૂત ને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ખસેડ્યા હતા જ્યા ફરજ પરના તબીબી એ ખેડૂત ઠાકોરભાઈ પ્રભાત ભાઈ પઢીયાર ને મૃત જાહેર કર્યા હતા. ખેડૂત ની આજુબાજુ રહેલી એક મહિલા ને પણ વીજળીનો ઝાટકો લાગ્યો જાેકે તેનો આંબાદ બચાવ થયો હતો. ઝાડ સાથે અથડાઇ ને વીજળી ખેડૂત પર પડતા ખેડૂતનું ઘટના સ્થળેજ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતના ખિસ્સા માં રહેલ રૂ.૨૦ ના સિક્કોને પણ વીજળી ની અસર થઇ હોય તેમ ખેડૂતના ખિસ્સા માંથી વીજળી થી ખરડાયેલ ૨૦ નો સિક્કો મળી આવ્યો હતો.