ચીન

શુક્રવારે ચીનમાં એક માર્શલ આર્ટ્સ સ્કૂલમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 18 લોકોનાં મોત અને 16 લોકો ઘાયલ થયા હતા. આ શાળા મધ્ય ચીનમાં સ્થિત છે. મળતી માહિતી મુજબ આગ કાબૂમાં લેવામાં આવી છે અને પોલીસે શાળાના ઇન્ચાર્જને કબજે કરી લીધો છે. તપાસ શરૂ કરવા હેનાનના પ્રાંત અને શંઘકુ શહેરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે.

અધિકારીઓએ હજુ સુધી પીડિતો વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. સરકાર સંચાલિત સીજીટીએન-ટીવી સમાચાર મુજબ હેનાન પ્રાંતના ઝેચેંગ કાઉન્ટીમાં શુક્રવારે વહેલી સવારના અરસામાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. આ અકસ્માતમાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 16 લોકો ઘાયલ થયાં હતાં. આ ઘટનાને લગતી વિસ્તૃત માહિતી હજી મળી નથી.