પૂણે-

પૂણેમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે 10થી વધુ લોકોના લોકોનાં મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગને કાબૂમાં લેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ફાયર વિભાગ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે કંપનીમાં આગ લાગી તે એક સેનિટાઇઝર બનાવતી કંપની હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ફેક્ટરીમાં મોટાભાગની મહિલાઓ કામ કરતી હતી. આ આગમાં કુલ 10થી વધુ લોકોના મોતની આશંકા છે, કેમ કે આગની ઘટના બાદ 15 મહિલાઓ અને 2 પુરુષ ફેક્ટરીમાંથી બહાર આવી શક્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અને 6 લોકો હજી ગુમ છે. આગ હજુ કાબૂમાં આવી નથી. જોકે, ફાયર વિભાગ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.