નવાબજારમાં કાપડની ૩ દુકાનોમાં આગ લાગતાં અફરાતફરી મચી
11, માર્ચ 2023

વડોદરા, તા.૧૦

શહેરના ટ્રાફીક થી ઘમઘમતા એવા ચાંપાનેર દરવાજા પાસે નવાબજારના કોર્નર ઉપર આવેલા કાપડની ત્રણ દુકાનોમાં સવારના સમયે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા બજારમાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગતાની સાથેજ આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીમારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જાે સમયસર આગ કાબુમાં આવી ન હોત તો આગની લપેટમાં આસપાસની અન્ય દુકાનો પણ આવી ગઈ હોત સદ્‌નસીબે આગમાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી.

પ્રાપ્ત માહિતી મુજબ શહેેરની મધ્યમાં આવેલા મંગળબજાર અને નવાબજાર મુખ્ય બજારો છે.જ્યા લોકોની ખરીદી માટે ભારે હોંય છે. નવાબજારમાં કાપડ, હાર્ડવેર, ખેતીના ઓજારો સહિત વિવિધ ચિજવસ્તુઓની દુકાનો-શોરૂમો લાઈન બંઘ છે. આજે સવારના સમયે નવાબજારમાં ચાંપાનેર દરવાજા તરફથી અંદર જવાના કોર્નર ઉપર કાપડની દુકાનો આવેલી છે. જે દુકાનો પૈકી શ્રી મણીભાઇ ડાહ્યાભાઈ શાહ નામની કપડાંની બે માળની દુકાનમાં એકા એક આગ ફાટી નિકળી હતી.સાથે આગ શંખેશ્વર ટ્રેડીંગ કંપની, શ્રી ગણેશ રેડીમેડ સ્ટોર દુકાનમાં પણ ફેલાતા બજારમાં અફરા-તફરી મચી ગઇ હતી.અને ઘુમાડાના ગોટે ગોટા નિકળતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.કાપડની ત્રણ દુકાનમાં લાગેલી આગ ફાટી આસપાસની દુકાનોને પણ લપેટમાં લેતા દાંડિયા બજાર, પાણીગેટ અને વડીવાડી ફાયર સ્ટેશનના લાશ્કરો ફાયર ફાઈટરો સાથે દોડી ગયા હતા. અને આઘુનિક સાઘનોનો ઉપયોગ તેમજ પાણીમારો શરૂ કરી આગ બુઝાવવાનો પ્રયાસ હાથ ઘર્યો હતો. બીજી બાજુ આ અંગની જાણ વીજ કંપનીને કરવામાં આવતા વીજ કંપનીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સલામતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો બંધી કરી દીધો હતો. સાથે પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો.નવાબજારમાં આગ લાગતાજ બજારના વેપારીઓ, કર્મચારીઓ સહિત આસપાસમાં આવેલી પોળોના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. લોકોના ટોળેટોળા ઉમટી પડતા પોલીસ દ્વારા ટોળાને બનાવ સ્થળે થી દૂર ખસેડવાની સાથે ઉપરાંત ચાંપાનેરથી નવાબજારમાં જવાનો તેમજ અમદાવાદી પોળ તરફથી નવાબજારમાં જવાનો ઉપરાંત નવાબજારમાં જવાના તમામ રસ્તાઓ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.એક સાથે કાપડની ત્રણ દુકાનોમાં આગ લાગતા ચીફ ફાયર ઓફિસર પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે, કાપડની ત્રણ દુકાનમાં આગ લાગી છે.જાેકે, લાશ્કરોએ આજુ બાજુની દુકાનોમાં આગ વધુ પ્રસરે તે પહેલાંજ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જાેકે, આગમાં કાપડ, ફર્નિચર સહિત બળીને ખાખ થઈ ગયા હતા.પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સરકીટ થી લાગી હોંવાનુ મનાઈ રહ્યુ છે.

નવનિયુક્ત મેયર સ્થળ પર દોડી ગયા

નવાબજારમાં કાપડની ત્રણ દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાની માહિતી નવનિયુક્ત મેયર નિલેષ રાઠેડોને થતાં, તેઓ શુભેચ્છા આપવા માટે આવેલા લોકોની શુભેચ્છા સ્વિકાર કર્યા વગર તુરંત સીઘા નવાબજાર દોડી ગયા હતા. અને વડોદરાના પ્રથમ નાગરીક તરીકેની ફરજ બજાવી હતી. અને આગ અંગેની માહિતી મેળવી હતી અને જરૂરી સુચના આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution