ભાજપની ટિકિટ મેળવી નિશ્ચિત જીત સાથે કૉર્પોરેટર થવા દાવેદારોનો રાફડો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, એપ્રીલ 2026  |   વડોદરા   |   1683

વડોદરા કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આજે શહેર ભાજપા દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. સેન્સ પ્રક્રિયા માટે ભાજપ દ્વારા ચાર ઝોનમાં ચાર સ્થળોએ ઉમેદવારોનો મેળાવડો જામ્યો હતો. ટીકીટ મેળવવા ઈચ્છુકો પોતાનો રંગબેરંગી બાયોડેટા બનાવીને ભલામણ પત્રોની સાથે નિરીક્ષકો સમક્ષ પહોંચ્યા હતા.ભાજપાની ટીકીટ મેળવીને નિશ્ચિત જિતની સાથે કાઉન્સિલર થવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. જાેકે, અંત સુધીમાં નિરીક્ષકો કોણ? તેનું સસ્પેન્સ જાળવી રાખવામાં આવ્યું હતુ. આજે સવારે જ્યારે નિરીક્ષકો આવતા દાવેદારોને ખબર પડી હતી.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ભાજપા દ્વારા કોર્પોરેશન, જિલ્લા પંચાયતો, નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. તા.૧ અને ૨ એપ્રિલ એમ બે દિવસ ચાલનારી સેન્સ પ્રક્રિયામાં ગત ચૂંટણીની જેમ ચાર ઝોનના વિભાગ પાડવામાં આવ્યા છે. આજે સવારે ૯ વાગ્યાથી અલગ અલગ વોર્ડ વાઈસ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જાેકે, કેટલીક જગ્યાએ નિરીક્ષક મોડા આવતા સવારે ૯ વાગ્યાને બદલે ૧૧ વાગે ટિકિટ વાંછુઓનો મેળાવડો શરૂ થયો હતો.

જેમાં પ્રથમ તબક્કે સવારે વોર્ડ નં-૧,૪,૧૬ અને વોર્ડ નં-૮ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ત્યારપછી બપોરે વોર્ડ-૨,૫,૧૭ અને ૯ જાેકે, દાવેદારોની સંખ્યા વધુ હોવાથી આ વોર્ડના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલી હતી. ત્યાર બાદ મોડી રાત સુધી વોર્ડ નં- ૩,૬,૧૮ અને ૧૦ના દાવેદારોની સેન્સ પ્રક્રિયા ચાલી હતી. જાેકે, દરેક વોર્ડમાં સરેરાશ ૪૦ થી વધુ એટલે વોર્ડ દીઠ ૧૦ બેઠકોની સામે ૧૦ ગણાથી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી હતી.ત્યારે રંગબેરીંગી બાયોડેટા બનાવીને અને ભલમણપત્રો સાથે અનેક દાવેદારો નિરીક્ષકો સમક્ષ પહોંચ્યા હતા. આમ પ્રથમ દિવસે લેવામાં આવેલા વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પૈકી ૧૨ વોર્ડની ૪૮ બેઠકો માટે લેવામાં આવેલ સેન્સ પ્રક્રિયા દરમિયાન ૮૦૦ જેટલા ટીકીટવાંચ્છુઓએ પોતાની દાવેદારી કરી હોવાનું જાણવા મળે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution