વડોદરા, તા.૪

 શહેર આમ આદમી પાર્ટી દ્વારા ઘરેલુ રાંધણગેસનાં બોટલના ભાવ વધારાનો અનોખી રીતે વિરોધ કર્યો હતો. ગેસનાં બોટલની સ્મશાંનયાત્રા કાઢવામાં આવી હતી. અને કલેકટરને ભાવ વધારોનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. રાંધણ ગેસના બોટલ દીઠ ૫૦ રૂપિયાના વધારાથી મઘ્યમવર્ગીય પરીવારોનો આર્થિક બોજાે વધશે. અને મોંધવારીમાં પીસાતી ગરીબ જનતા માટે આ ભાવ વધારો તદ્દન ગેરવ્યાજબી છે.અને આ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેચવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ બે ગેસના બોટલોને ઠાઠડી સાથે બાંધ્યા હતા અને ગેસનાં બોટલને ફુલહાર કર્યા હતા અને તમામ કાર્યકરો ઠાઠડી લઇને સરધસ આકારે કલેકટર કચેરી આવી પહોંચ્યા હતા. કલેકટર કચેરીના પરીસરમાં નીચે બેસી મોંધવારી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. અને હાથમાં પ્લેકાર્ડ દર્શાવી જીડીપી નીચે ગેસ બોટલનાં ભાવ ઉપર જનતા બેહાલનાં લખાણ દ્વારા મોંધવારી સામે નારાજગી દર્શાવી હતી.

 વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યુ હતુ કે રાંધણગેસનાં બોટલમાં જે ભાવવધારો કરવામાં આવ્યો છે તેને પાછો ખેચવા જાેઇએ અને સામાન્ય જનતાને રાહત આપવી જાેઇએ. મોંધવારીમાં પીસાતી જનતાને ગેસબોટલનાં ભાવ વધારામા રાહત આપવામાં નહી આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટી મોંધવારીનો પ્રશ્ન જાહેર રસ્તા પર લઇ જશે અને મોંધવારી સામે ઉગ્ર આંદોલન કરશે. તેની ચિમકી ઉચ્ચારી હતી.