પાણીના ટેન્કરચાલકે રિવર્સ લેતા રોડ પર રમતી બાળકી કચડાઇ ગઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, માર્ચ 2026  |   2178

અમદાવાદ  : અમદાવાદ શહેરના વાડજ વિસ્તારના પાણીના ટેન્કરે બાળકીનો ભોગ લીધો છે. પાણીનું ટેન્કર રિવર્સ આવી રહ્યું હતું ત્યારે રમી રહેલી એક બાળકીના માથા પર ટેન્કરનું પૈડુ ફરી વળતા બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જે મામલે બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છુટક મજૂરી કરી ગુજરાત ચલાવતા જૂના વાડજમાં રહેતા સંજય સોલંકી ૭ વર્ષની પુત્રી સવારના સમયે જૂના વાડજ મ્ઇ્જી બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર રમતી હતી. ત્યારે પાણીના ટેન્કરનો ચાલક રિવર્સ ચલાવી રહ્યો હતો. ટેન્કરચાલકે પૂરઝડપે ટેન્કર રિવર્સમાં આવવા દેતા રમતી બે દીકરીઓને અથડાયું હતું. આ દરમિયાન ૭ વર્ષની બાળકીના માથા પરથી ટેન્કર ફરી વળતા માથું છુંદાઈ ગયું હતું. બાળકીનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બનાવની જાણ થતા આસપાસના સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution