મોડાસા તાલુકાના અમલાઈ ગામમાં જીવતો વીજ તાર પડતાં બળદનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2024  |   2277

મોડાસા મોડાસા તાલુકાના અમલાઈ ગામે એક ખેડૂત બળદ સાથે જઇ રહ્યા હતા તે સમયે બળદ પર જીવંત વીજતાર પડતાં વીજકરંટથી બળદનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જાેકે, સદનસીબે ખેડૂત અને અન્ય એક બળદનો આબાદ બચાવ થયો હતો. અમલાઈ ગામના કનકાભાઈ ખાંટ ખેતીકામ કરી બે બળદ સાથે ઘરે પરત ફરતાં રસ્તાની બાજુમાં આવેલા ખેતરમાંથી પસાર થતી વીજલાઈનનો જીવંત વીજતાર અચાનક પોલ પરથી તૂટીને બળદ પર પડ્યો હતો. આથી વીજકરંટથી સ્થળ પર બળદ મોતને ભેટ્યો હતો. જાેકે, ખેડૂતે સદનસીબે મોતને હાથતાળી આપવામાં સફળ રહ્યા હોય તેમ અન્ય બળદ સાથે આબાદ બચાવ થયો હતો. ખેડૂતનો આબાદ બચાવ થતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જીવંત વીજતારને લીધે બળદનું મોત થતાં આ અંગે વીજતંત્રને ખેડૂત પરિવારે બપોરે ૧૨ વાગ્યાના સુમારે જાણ કરવા છતાં તંત્ર ૪ વાગ્યા સુધી સ્થળ પર નહીં ફરકતાં ખેડૂત પરિવાર સહિત ગામલોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. ખેતીની સિઝનના ટાણે બળદનું વીજકરંટથી મોત નીપજતાં ખેડૂત પરિવાર પર આભ તૂટી પડયું હતું. વીજતંત્ર દ્વારા ખેડૂતને સત્વરે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution