સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ હતાશાને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા મોટા સ્ટાર્સે ખુલ્લેઆમ તેમના જીવનના તણાવ વિશે વાત કરી છે. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, રોનિત રોય અને વિકાસ ગુપ્તા જેવા મોટા સ્ટાર્સ પણ હતાશાથી પીડિત છે અને આને ખુલ્લેઆમ સ્વીકારી લીધું છે. મનોજ બાજપેયી જેવા કલાકારોએ તો એમ પણ કહ્યું કે હતાશાના કારણે તે આત્મહત્યા કરવાનો હતો. આ તમામ વચ્ચે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના એક મોટા એક્ટરનો ખુલાસો સામે આવ્યો છે કે તે પણ લોકડાઉન દરમિયાન હતાશાનો શિકાર બન્યો હતો. સીરિયલ ‘કસૌટી જિંદગી કી ૨’ માં અનુરાગ બાસુનો રોલ કરનાર અભિનેતા પાર્થ સમથાને ખુલાસો કર્યો છે કે લોકડાઉન દરમિયાન તેના મનમાં ખુબજ નકારાત્મક વિચારો આવતા હતા અને આ કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગયો. એક પોસ્ટ દ્વારા પાર્થે ડિપ્રેશન સામેની તેની લડત વિશે વાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા પાર્થ સમથાને લખ્યું, હું મારા મિત્રો, ચાહકો અને પ્રેમ કરનારા તમામ લોકોનો આભારી છું, જે સકારાત્મક છે અને મને એક સારા વ્યક્તિ બનવામાં મદદ કરી. ખુબ ખુબ આભાર. પાર્થે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હા, લોકડાઉન દરમિયાન હતાશા અને દુઃખની ક્ષણો આવી હતી, પરંતુ આ તે ક્ષણ છે જે આપણને મજબૂત બનાવે છે. અને આમાથી આગળ વધવામાં મદદ કરે છે. એક સમયે આપણે ફરી આ દુનિયાનો સામનો કરવા તૈયાર થઈશું. થોડા સમય પહેલા વિકાસ ગુપ્તાએ પાર્થ સમથાન અને પ્રિયાંક શર્મા પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિકાસે એક ટ્વીટ માં લખ્યું, ‘હવે વધુ બ્લેકમેઇલ અને મુશ્કેલી નહીં થાય પ્રિયાંક શર્મા, પાર્થ સમથાન મને દબાણ કરવા બદલ બંનેનો આભાર જેથી સત્ય બહાર આવી શકે.