07, ફેબ્રુઆરી 2021
1188 |
દિલ્હી-
દિલ્હીના ઓખલા હાઉસ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે એકાએક આગ ફાટી નીકળી હતી. આગના સમાચાર મળતાં જ તંત્ર દોડતું થયું હતું અને ફાયરબ્રિગેડ એન્જીનો દોડી ગયા હતા અને આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, સવારે 2 વાગ્યાના સુમારે આગ લાગી હોવાની માહિતી મળી હતી અને આગને મધ્યમકક્ષાના પ્રમાણની આગ ગણાવાઈ છે, છતાં ઘટનાસ્થળે આગ બુઝાવવા માટે 27 જેટલા ફાયર એન્જીનો મોકલવા પડ્યા હતા. દિલ્હી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે અને હજી સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.