લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
3168
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટમાં પ્રકાશિત આ ઘટનાની વિગત એવી છે કે ચીનમાં એક ૪૦ વર્ષના પુરુષનું હૃદય અચાનક બંધ થઈ ગયું હતું. ડૉક્ટરોએ તેને ફરીથી ધબકાવવા ઘણાં પ્રયત્નો કર્યા. ડિફિબ્રિલેશન એટલે કે ઇલેક્ટ્રિક આંચકા પણ આપવામાં આવ્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. સામાન્ય રીતે હૃદય બંધ થયાના થોડીક મિનિટોમાં જ મગજને નુકસાન થવા લાગે છે, પરંતુ આ માણસના કેસમાં ડૉક્ટરોએ હાર ન માની. ડૉક્ટરોએ એક ખાસ મશીનનો ઉપયોગ કર્યો જેને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન કહેવાય છે. આ એક જીવન બચાવતું મશીન છે, જે શરીરની બહાર રહીને કૃત્રિમ હૃદય અને ફેફસાંની જેમ કાર્ય કરે છે. જ્યારે દર્દીનું પોતાનું હૃદય કામ કરતું ન હતું, ત્યારે એક્મો તેના શરીરમાં ઓક્સિજનયુક્ત લોહી પમ્પ કરતું રહ્યું અને લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરતું રહ્યું. આ એક સફળ તબીબી પ્રક્રિયા હતી જેણે દર્દીને જીવતો રાખ્યો.દર્દીનું હૃદય લગભગ ૪૦ કલાક સુધી સ્વતંત્ર રીતે ધબક્યું નહીં. આ દરમિયાન એક્મો મશીન તેના જીવનનો આધાર બની રહ્યું. ૨૦ દિવસમાં તે એટલો સ્વસ્થ થઈ ગયો કે જાતે જ ચાલીને ઘરે ગયો.