વડોદરા, તા. ૧૬

લધુત્તમ તાપમાન ૧૭.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા રાત્રી દરમ્યાન તેમજ વહેલી સવારે ઠંડીનોે અહેસાસ શહેરીજનોએ અનુભવ્યો હતો. શહેરીજનો વહેલી સવારે રંગબેરંગી સ્વેટરમાં મોર્ન્િંાગ વોક કરતા જાેવા મળ્યા હતા.

 લધુત્તમ તાપમાનમાં છેલ્લા કેટલાક દિવસથી થયેલા ધટાડા બાદ ઠંડીમાં સતત વધારો જાેવા મળ્યો હતો. વહેલી સવારે બર્ફિલા પવન સાથે ઠંડીનું પ્રમાણ વધારે જાેવા મળ્યું હતું. વહેલી સવારે તેમજ રાત્રી દરમ્યાન ઠંડા પવન ફૂંકાવાના કારણે લોકો રંગબેરંગી સ્વેટરમાં વહેલી સવારે મોર્ન્િંાગ વોક કરતા જાેવા મળ્યા હતા. તે સિવાય ઠેર – ઠેર ફ્રેશ જ્યુશ તેમજ આયુર્વેદ ઉકાળાનું વેચાણ શરુ થતા અનેક લોકો તંદુરસ્ત રહેવા માટે વહેલી સવારે વિવિધ સ્વાસ્થ્ય વર્ધક પિણાં પીતા નજરે પડ્યા હતા. વહેલી સવારે તેમજ રાત્રી દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી છ કિ.મી. ની ઝડપે બર્ફિલા પવન ફૂંકાતા ઠંડીનો અહેસાસ જાેવા મળ્યો હતો. શહેરમાં દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાન ૧૭.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વાતાવરણમાં વહેલી સવારે ભેજનું પ્રમાણ ૭૨ ટકાની સાથે સાંજે ૩૩ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૧.૮ મીલબાર્સ નોંધાયું હતું.