દિલ્હી-

તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ બુધવારે કહ્યું હતું કે તેઓ “ભારતના સૌથી લાંબા મહેમાન” છે જે તેમના યજમાનને ક્યારેય મુશ્કેલી નહીં આપે. જી.વી.પ્રસાદ, સહ-અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને અન્ય સાથે વચ્ર્યુઅલ ઇન્ટરેક્શન સેશનમાં, દલાઈ લામાએ કહ્યું કે, અહિંસા અને કરુણાને વરેલો ભારત, અન્ય દેશો માટે રોલ મોડેલ છે.

દલાઈ લામાએ કહ્યું, ‘મેં હંમેશાં કહ્યું છે તેમ ભારત મારું ઘર છે. મારો જન્મ તિબેટમાં થયો હતો, પરંતુ મારું મોટાભાગનું જીવન આ દેશમાં વિતાવ્યું પ મને ખરેખર ગર્વ છે કે હું ભારત સરકારનો મહેમાન છું. મને લાગે છે કે હું ભારત સરકારનો સૌથી લાંબો મહેમાન છું. પરંતુ ઓછામાં ઓછું આ મહેમાન કોઈ સમસ્યા ઉભી કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં ધાર્મિક સંવાદિતા નોંધપાત્ર છે અને ‘મીડિયા મુક્ત છે’.

ભારતને બિનસાંપ્રદાયિક દેશ ગણાવતાં, વનવાસના તિબેટીયન નેતાએ કહ્યું કે તેઓ “અહિંસા અને કરુણા” ને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે ભારતીયોના આંતરિક મૂલ્યો છે, જેનું પાલન હજારો વર્ષોથી કરવામાં આવે છે. એક અબજથી વધુની વસ્તી સાથે, ભારત ધાર્મિક સુમેળનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે કોઈ રાજકીય કારણોસર નથી, પરંતુ તેના લોકો માટે છે. કેટલાક દેશોએ ભારતના ધાર્મિક સુમેળના સિદ્ધાંતોનું પાલન કરવાની જરૂર છે.

દલાઈ લામાએ તબીબી બિરાદરોને તેમની ફરજાે નિભાવતી વખતે વધુ કરુણ રહેવાની સલાહ આપી. મંગળવારે તેમનો ૮૬ મો જન્મદિવસ હતો. આ પ્રસંગે, વિશ્વભરમાંથી તેમના માટે શુભકામનાઓ આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દરેકને શુભેચ્છાઓ બદલ આભાર માનતા દલાઈ લામાએ કહ્યું હતું કે તેઓ દ્રઢ છે કે તેમણે ઓછામાં ઓછા ૧૧૦ વર્ષ જીવવું જાેઈએ.