દિલ્હી-
એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક વ્યક્તિ વર્ષોથી નોકરી પર નથી જતો છતા પણ સમયસર પગાર મેળવે છે. કથિત રૂપે, એક હોસ્પિટલમાં નોકરી કરતો વ્યક્તિ દર મહિને કામ પર ગયા વિના પગાર લેતો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિ છેલ્લા ૧૫ વર્ષથી કોઈ નોટિસ આપ્યા વગર કામ કરતો ન હતો અને આ દરમિયાન વર્ષો સુધી દર મહિને પગાર તેના ખાતામાં આવતા જ રહેતા હતા. જ્યારે આ વાત બહાર આવી ત્યારે અધિકારીના હોશ ઉડી ગયા. ખરેખર, આ ઇટાલીનો મામલો છે જ્યાં એક વ્યક્તિ કામ પર ગયા વિના પગાર મેળવતો હતો.
લા સ્ટામ્પાના એક સ્થાનિક અહેવાલ મુજબ તપાસમાં આ કૌભાંડમાં સામેલ સાત શંકાસ્પદ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમા હોસ્પિટલના વિવિધ કર્મચારીઓ, અધિકારીઓ અને મેનેજર સામેલ છે. તેમના પર ઓફિસ, ફ્રોડ અને ગેરવર્તનનો આરોપ મૂકાયો છે. આ વ્યક્તિની ઉંમર ૬૭ વર્ષ કહેવામાં આવી રહી છે, જેને ૧૫ વર્ષમાં ૫.૩૮ લાખ યુરો એટલે કે લગભગ ૪.૮ કરોડ રૂપિયા પગાર મળ્યો છે. મીડિયા રિપોટ્ર્સ અનુસાર, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ૨૦૦૫માં તેના મેનેજરને ધમકી આપી હતી, કારણ કે તે તેની વિરુદ્ધ અનુશાસનાત્મક રિપોર્ટ દાખલ કરવા જઈ રહી હતી. જાે કે પછીથી મેનેજર નિવૃત્ત થઈ ગઈ અને કર્મચારી ગેરહાજર રહેવા લાગ્યો. આ કેસ ત્યારે બહાર આવ્યો જ્યારે પોલીસ એક બીજા ગેરહાજર રહેવાના અને છેતરપીંડિના કેસની તપાસ કરી રહી હતી.
Loading ...