ભરૂચ-

ભરૂચ જિલ્લામાં રહેતા ૧૦થી ૧૨ વર્ષના પુત્રએ ઓનલાઇન ગેમ્સમાં ઘેલો લાગ્યો હતો.દિવસ રાત ગેમ્સમાં ઘેલો બનેલા બાળકે અન્ય પાસેથી આઈડી પાસવર્ડ મેળવવા માટે પિતાએ બચતના મુકેલા રૂપિયા અંદાજિત ૫થી ૭ લાખ રૂપિયાની ચોરી કરીને અન્યને ઈસમોને આપ્યા હતા.પિતાને રૂપિયાની જરૂર પડતા લેવા જતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. જાેકે ઘરનો જ પુત્ર હોવાથી પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જાેકે દરેક માતા-પિતાએ તેમના બાળકોને શું કરી રહ્યા છે તેની માહિતી રાખવી આવશ્યક બની છે.સમગ્ર દુનિયામાં હાલમાં સ્માર્ટ ફોનના કારણે ઓનલાઈન ગેમ્સનો કેઝ ઘણો જ વધ્યો છે.ખાસ કરીને યુવાનો અને બાળકોમાં જેના કારણે માતા-પિતાઓને તેનો નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. આવો જ એક કિસ્સો ભરૂચ શહેરમાં પણ પ્રકાશમાં આવ્યો છે. શહેરના એક વિસ્તારમાં રહેતા વ્યકતિના પુત્રએ તેના જ ઘરમાં બચત કરેલા ૭ લાખ રૂપિયા ગેમ્સના આઈડી પાસવર્ડ મેળવા વેડફી નાખ્યા છે. ઓનલાઇન રમાતી મોબાઇલ ગેમ ભરૂચ જિલ્લાના કિશોરોના બાળમાનસ પર હિંસા અને આક્રમકતાના અતિરેકની અસર તો કરે છે, તેમાં પબજી,ફ્રી ફાયર જેવી ગેમોમાં ડાયમંડ શસ્ત્રો ખરીદવા માટે બાળકો માવતરને જાણ કર્યા વિના બહારની દુકાનોમાંથી મોટી રકમ ચૂકવીને ગેમ્સ માટેના હથિયાર,વસ્ત્રોની ખરીદી કરીને માતા-પિતાઓને મુશ્કેલીમાં મુક્તા હોય છે.જેને લીધે પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. બાળકોમાં ઓનલાઈન ગેમ રમવાનું ચલણ વધતું જાય છે અને માતાપિતાએ ગેમ રમતા બાળકો પર ધ્યાન રાખવું જાેઈએ.અન્યથા મોટું નાણાકીય નુકશાન વેઠવાનો વારો આવે છે.ભરૂચ જિલ્લાના માતાપિતા માટે લાલબત્તી ધરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.