ઇસ્લામાબાદ-

મહંમદ પેગંબરનાં કાર્ટૂન દેખાડવાં બદલ ફ્રાન્સના એક શિક્ષકની હત્યા બાદ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ જે નિવેદનો આપ્યાં તેના કારણે ઘણા મુસ્લિમ દેશો નારાજ થઈ ગયા છે. તુર્કી પછી હવે પાકિસ્તાન પણ તકનો લાભ લઇ ઇસ્લામિક દુનિયાના નેતા બનાવાના પ્રયાસ કરી રહ્યું છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિના નિવેદનને પાકિસ્તાનમાં પણ રોષ વધી રહ્યો છે. પાકિસ્તાનની સંસદમાં સોમવારના રોજ મેક્રોંના નિવેદનને ઈસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપતું ઠેરાવામાં આવ્યું અને ફ્રાન્સ સાથેના રાજકીય સંબંધનો અંત લાવાની પણ માગ ઉઠી છે. પાકિસ્તાનના બંને સદનમાં આ મુદ્દે નિર્વિરોધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. આ પ્રસ્તાવ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ રજુ કર્યો હતો. વિપક્ષી દળોએ પણ ફ્રાન્સને લઇને પ્રસ્તાવ પાસ કર્યો અને ફ્રાન્સમાંથી પાકિસ્તાનના રાજદૂતને પાછા બોલાવવાની માગ કરી. 

મહંમદ પેગંબરનાં કાર્ટૂન દેખાડવાં બદલ ફ્રાન્સના એક શિક્ષકની હત્યા બાદ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે "સાંપ્રદાયિક ઇસ્લામની" આકરા શબ્દોમાં ટીકા કરી છે અને શિક્ષકની હત્યાની ઘટનાને "ઇસ્લામિક આતંકવાદી" હુમલો ગણાવ્યો છે. તેમના આ નિવેદન બાદ ઘણા મુસ્લિમ દેશો નારાજ થઈ ગયા છે. પાકિસ્તાનની સંસદે પસાર કરેલા પ્રસ્તાવમાં ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી)ને ૧૫માર્ચના રોજ ઇસ્લામોફોબિયા સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કવાની અપીલ કરી છે. સાથે જ ઓઆઇસીના સભ્ય દેશોને ફ્રાન્સમાં બની વસ્તુઓનો બહિસ્કાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. 

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ મેક્રોંના નિવેદનને વખોડતા કહ્યું હતુ, મેક્રોંનું નિવેદન બેજવાબદાર અને આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે. કોઇને પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં લાખો મુસલમાનોની આબાદાની લાગણીઓને દુઃખ પહોંચાડવાનો અધિકાર નથી.