ડોદરા,તા.૧૭

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા સઘન કામગીરી કરવાનો ર્નિણય લેવાયા બાદ રાત્રી સફાઈની કામગીરી પણ થઈ રહી છે. શહેરના મુખ્ય માર્ગ પર સ્વીપર મશીનથી સફાઈ થયા પછી પણ કેટલાક સ્થળે જામી ગયેલી ધૂળ નહીં નિકળતા ગંદકી રહે છે. તેમાય ખાસ તો ઓવર બ્રિજની નીચેના સર્વિસ રોડ સઘન સફાઈ માટે રોડ ધોવાની ટ્રાયલ ગત રાતથી શરૂ થઈ કરાઈ છે. બુધવારની રાત્રે વીઆઇપી રોડ પર અમિતનગર બ્રિજ નો સર્વિસ રોડ અને નજીકમાં રોડ ડીવાઈડર પર જામેલી ધૂળ પાણીનું પ્રેસર મારીને ધોવામાં આવ્યો હતો. આ કામગીરી હજી ટ્રાયલ ધોરણે છે, પરંતુ ગઈ રાતની ટ્રાયલ સફળ રહી છે. ડિવાઈડર ધોવાઈને સ્વચ્છ થયા છે. સતત વરસાદમાં ડિવાઈડર પર અને સાઈડમાં જામી ગયેલી ધૂળ કાઢવા માટે આ ટ્રાયલ બાદ હવે શહેરના બીજા બ્રિજના રોડ માટેનું પ્લાનિંગ કરાશે અને ઝીરો ડસ્ટિંગ કરાશે. કોર્પોરેશન દ્વારા વર્ષો અગાઉ આ રીતે રોડ ધોવામાં આવતા હતા. ગઈ રાતે ૧૨ઃ૦૦ વાગ્યા બાદ આ કામગીરી થતી હતી ત્યારે કોર્પોરેશન હવાલાના ડેપ્યુટી કમિશનર (ઉત્તર ઝોન) , કાર્યપાલક એન્જિનિયર( મિકેનિકલ) તેમજ ડેપ્યુટી એન્જિનિયર (મિકેનિકલ) વગેરે રોડ ધોવાની કામગીરી નું નિરીક્ષણ કર્યુ હતુ. તમામ બ્રિજાે બાદ મુખ્ય રોડ પણ આવરી લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.