દિલ્હી-

દુનિયામાં અત્યાર સુધી તમે ઘણી બધી વિચિત્ર વસ્તુ જોઈ હશે, પરંતું એક ઝાડ વિશે જાણીને લોકો નવાઇ પામી રહ્યા છે. થાઈલેન્ડના જંગલમાં એક અનોખુ ઝાડ મળી આવે છે. જેના પર નરીફોન નામનું એક ફળ ઉગે છે જે દેખાવમાં બિલકુલ નિર્વસ્ત્ર મહિલાની જેમ લાગે છે. આ ફળ લીલા રંગનુ હોય છે.

નરીફોન નામનુ આ ફળ પૂર્ણ રીતે એક મહિલાના શરીર જેવુ હોય છે. જે ઝાડ પર ફળ આવે છે તે ખૂબ જ દુર્લભ ઝાડ છે જે કે, માત્ર થાઈલેન્ડમાં જ મળી આવે છે. આ ઝાડ પર લટકનારુ આ ફળ છે અથવા શાકભાજી તેની પુષ્ટી થઈ શકી નથી. આ વિચિત્ર ઝાડ વિશે જાણીને લોકો આશ્ચર્યમાં મુકાયા છે અને દૂર-દૂરથી લોકો આ ઝાડ પર લાગેલ ફળને જોવા માટે થાઈલેન્ડ જઈ રહ્યા છે.

સ્થાનીક લોકો આ ઝાડને નેરીફનના નામથી બોલાવે છે અને તેના પ્રત્યા તેમનામાં ઊંડી આસ્થા છે. સામાન્ય રીતે તેમની સાથે બૌદ્ધ માન્યતાઓ પણ જોડાયેલી છે. બૌદ્ધ માન્યતાઓ પ્રમાણે આ ઝાડને ભગવાને ખુદ થાઈલેન્ડના હિમાફનના જંગલોમાં લગાવ્યુ હતુ અને તેના કારણે જ આ ઝાડ પર આવા અજીબ આકારના ફળ આવે છે. 

એવું માનવામાં આવે છે કે, સદીઓ પહેલાં ભગવાન ઇન્દ્ર તેમની પત્ની અને બાળકો સાથે આ જંગલમાં રહેતા હતા. એકવાર ભગવાનની પત્ની જંગલમાં ફળ લેવા ગઈ ત્યારે કેટલાક લોકોએ તેના પર હુમલો કર્યો. તેમની રક્ષા માટે ભગવાન તરત જ આ જંગલમાં નૈરીફાનના 12 વૃક્ષો ઉગાડ્યા અને તેમને છેતરવા માટે તેમણે આ ઝાડ પર આવા ફળો રોપ્યા જેમાં સ્ત્રીના શરીરનો આકાર હતો.