18, સપ્ટેમ્બર 2025
વડોદરા |
1584 |
રખડતી ગાયે આધેડને ભેટી મારી શિંગડે ભેરવી જમીન ઉપર પછાડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી

ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટ ડ્યુટી પૂરી કરી વહેલી સવારે ચાલતા ઘરે આવતા ગામની ભાગોળે આવેલા નાળા પાસે રખડતી ગાયે આધેડને ભેટી મારી શિંગડે ભેરવી જમીન ઉપર પછાડતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા શહેર નજીક પદમલા ગામ ના અલકાપુરી ફળિયામાં રહેતા ચંદુભાઈ મેલાભાઈ ચરોતરા ઉંમર વર્ષ 52 તેમના પરિવાર સાથે રહે છે અને છાણી ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલ તેઓ નાઈટ ડ્યુટીની નોકરી પૂરી કરીને સવારે 7:00 વાગ્યાની આસપાસ નોકરી પરથી છૂટીને ઘરે ચાલતા આવતા હતાં. તે વખતે ગામની ભાગોળ પાસે આવેલ નાળા પરથી તેઓ આવતા હતા તે દરમિયાન નાળા ઉપર રખડતી ગાય પાછળથી આવી બેટી મારી આધેડ ચંદુભાઈને સિંગડે ભેળવ્યા હતા અને જમીન પર પછાડ્યા હતા.આ બનાવવામાં તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સયાજી હોસ્પિટલમાં છાણી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે તેઓને હોસ્પિટલમાંથી સારવાર કરી રજા આપી હોવાનું પરિવારના સૂત્રો દ્વારા ધ્યાનમાં મળ્યું છે.