28, માર્ચ 2023
1188 |
નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન અચાનક શ્રધ્ધાળુઓનો ધસારો વધતા શ્રદ્ધાળુઓની સંખ્યા સામે નાવડીઓ ઓછી હોવાથી તિલકવાડાથી સામે પાર જવા માટે લોક્સત્તા જનસત્તાના અહેવાલને પગલે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખની સુચનાથી રાજપીપળા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલ સહિત આસપાસના ગ્રામ પંચાયતના સરપંચોએ પોતાના ખર્ચે માંગરોલના નદી કિનારાથી સામે તિલકવાડા મણીનાગેશ્વર મંદિર સુધી કામચલાઉ પુલ બનાવવાની કામગીરીનો આરંભ કરી દીધો હતો. પરંતુ તંત્રે આ કામગીરી અટકાવી દીધી હતી.