જામનગર જામનગરમાં રિલાયન્સ મોલમાં મોડી રાતે અચાનક આગની ઘટના બની હતી. જામનગરના મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં કોઈક કારણોસર આગ લાગી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન હોવાનું નિવેદન સામે આવ્યું છે. રિલાયન્સના પ્રવક્તા દ્વારા આધિકારિક નિવેદનમાં જણાવાયું કે, આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતું આગના ધુમાડા ઉંચે સુધી જાેવા મળ્યા હતા. મોડી રાતે અનંત અંબાણી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ૩૦થી વધુ ફાયર ફાઈટર કાર્યરત રહીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જામનગર નજીક મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં આજના દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી હતી. મોડી રાતે લગભગ ૧૦.૩૦ કલાકે આગ લાગી હતી. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગની જાણ થતા મોડી રાતે અનંત અંબાણી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રિલાયન્સના પ્રવક્તાએ આગ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગના કારણની તપાસ કરવામાં આવશે. આ આગમાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી છે. સાથે જ મોલ બંધ થવાનો સમય હોવાથી મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે. જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં આવેલ આ રિલાયન્સ મોલમાં મુવી થિયેટર અને ગેમ ઝોન પણ આવેલું છે. આ ઉપરાંત અહી કેફે અને અન્ય રિટેઈલ દુકાનો પણ આવેલી છે.