તરસાલી વડલા ગામ ની નવીનગરીમાંથી ત્રણ ફૂટ જેટલા મગરનો રેસ્ક્યુ કરાયો
17, જુલાઈ 2025 વડોદરા   |   2079   |  

શહેરમાં વધુ એક મગરનું રેસ્ક્યુ કરાયુ


       ‌‌વડોદરા શહેરના તરસાલી નજીક આવેલ વડલા ગામની નવીનગરી મા અંદાજે ત્રણ ફૂટ જેટલો મગર આવી પહોંચ્યો હતો જે સ્થાનિકોની નજરે પડતા તેને રેસ્ક્યુ કરવા માટે લાઈફ વીથ વાઇલ્ડ લાઇફ ફાઉન્ડેશન નો સંપર્ક કર્યો હતો જેથી સંસ્થાના કાર્યકરો અને વન વિભાગના કર્મચારીઓ આવીને મગરનો રેસ કરી લેતા રહીશોએ રાહત અનુભવી હતી.

 વડલા ગામ ની નવીનગરી માંથી એક કલાકની મહેનત બાદ તેને પકડી લેવામાં આવ્યો

      અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર વિશ્વામિત્રી નદી કિનારે આવેલ હોવાથી વિશ્વામિત્રી નદીમાં રહેતા મઞરો વારંવાર વિશ્વામિત્ર નદી માંથી બહાર આવીને માનવ વસ્તીમાં આવી જતા જોવા મળે છે. અને રોજબરોજ વિવિધ વિસ્તારોમાં લોક નજરે જોવા મળી રહ્યા છે. ત્યારે આજે વધુ એક ત્રણ ફૂટ જેટલો મગર તરસાલી રોડ પર આવેલ વડલા ગામની નવી નગરીમાં આવી પહોંચ્યો હતો. જે સ્થાનિક રહીશોની નજરે પડ્યો હતો. મગર લોક નજરે પડતાં જ લોકોના શ્વાસ અધર થઈ ગયા હતા અલબત્ત ડરનો માહોલ વ્યાપી ગયો હતો જો કે મગર એક જગ્યાએ બેઠેલો હોવાથી સ્થાનિકોએ લાઇફ વીથ વાઈલ ફાઉન્ડેશન સંસ્થાનો સંપર્ક કરતા સંસ્થાના કાર્યકર્તાઓ આકાશ પરમાર, સન્ની માલિક ગૌતમ ચૌહાણ વિશાલ વસાવા આશિષ નીનામા સહિતના કાર્યકરો વન વિભાગના નિતીન પટેલ નામના કર્મચારી બનાવ સ્થળે આવી પહોંચ્યા હતા અને વડલા ગામ ની નવીનગરી માંથી એક કલાકની મહેનત બાદ તેને પકડી લેવામાં આવ્યો હતો મગરનું રેસ્ક્યુ થતા ની સાથે જ સ્થાને કોઈ રાહતનો શ્વાસ લીધો હતો. પકડાયેલા મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution