/
સોશિયલ મીડિયા પર ૧૫૦થી વધુ યુવતીઓને ફસાવી નાણાં ખખેરતો ઠગ ભોપાલથી ઝડપાયો

વડોદરા, તા. ૩૧

સોશ્યિલ મીડિયા પર વિવિધ એપ્સ અને મેટ્રીમોની સાઈટ પર ૧૫૦થી વધુ યુવતીઓ સાથે સંપર્ક કર્યા બાદ તેઓને લગ્નનીલાલચ આપીતેમજ તેઓના ન્યૂડ વિડિયો મેળવ્યા બાદ યુવતીઓને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા ખંખેરનાર ભેજાબાજને વડોદરા પોલીસે ભોપાલથી ઝડપી પાડયો હતો.

સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ ૨૦૧૯માં જુલાઇ મહિનામાં મેટ્રીમોની સાઇટ પર યુવતીને પોતાના મોબાઇલ નંબરની આપ લે કરી પોતે પોતાનુ નામ અનુરાગ શર્મા હોવાની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ વોટ્‌સઅપ તથા ઇન્સ્ટાગ્રામ અને વોઇસ કોલથી યુવતી સાથે અંગત પળોના ફોટા તથા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી ૧૨.૬૭ લાખ રૂપિયા પડાવી લીધા હતાં. સાઇબર ક્રાઇમ પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતા મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત હુઝુર ખાતે રહેતો રોહિતકુમાર સિંગએ મેટ્રીમોની સાઇટ તથા જુદા જુદા સોશિયલ મીડિયા મારફતે ફેક પ્રોફાઇલ બનાવી રાખી હતી, જેમાં પોતે ખુબ ધનવાન હોવાની વિગતો લખી અને જુદી જુદી વૈભવી કાર સાથેના ફોટા અપલોડ કર્યા હતા. ખરાઇ કરવામાં આવે અને ઠગનુ સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ચેક કરવામાં આવે તો ખાતરી થાય કે છોકરો કરોડપતિ છે. બોગસ પ્રોફાઈલથી તેને વિવિધ એપ્સ મારફતે ૧૫૦થી વધુ યુવતીઓ સાથે સંપર્ક કેળવી તેમજ લગ્નની લાલચ આપી ઓનલાઈન ન્યૂડ વીડિયો મેળવીને આ વીડિયોના આધારે બ્લેકમેલ કરી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. તેના વિરૂદ્ધ શહેર સાયબર ક્રાઈમમાં પણ એક ફરિયાદ નોંધાયેલી હોય વડોદરા પોલીસે તેને ભોપાલથી ઝડપી પાડયો હતો.

ઠગ રોહિતકુમાર સિંગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાં એકાઉન્ટ

• ઇન્ટાગ્રામ પર ૫ એકાઉન્ટ, જેમા ૧૫થી વધુ યુવક યુવતીઓ સાથએ સંપર્કમાં

• મેટ્રીમોની સાઇટ પર ૨ એકાઉન્ટ, જેમા ૬૫થી વધુના સંપર્કમાં

• સ્નેપટચેટ પર ૨ એકાઉન્ટ, જેમા ૨૦થી વધુ લોકોના સંપર્કમાં

• ફેસબુક પર ૪ એકાઉન્ટ જેમા ૨૫થી વધુ લોકોના સંપર્કમા

ઠગ રોહિતકુમાર પાંચ દિવસના રિમાન્ડ પર

સોશ્યલ મીડિયા મારફતે યુવતીઓને લગ્નની લાલચ આપીને યુવતીઓ પાસેથી રૂપિયા પડાવતો હતો. ત્યારબાદ તેમની અંગત પળોના ફોટા વાઇરલ કરવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ હતી. સાઇબર ક્રાઇમના હાથે ચઢેલો ભોપાલના ઠગને રોહીતકુમાર સીંગને ઝડપી પાડીને તેના પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા હતાં.

યુવતીઓને છેતરવા યુવતી બનતો હતો

રોહિતકુમાર સિંગની તપાસ દરમિયાન ચોકાવનારા ખુલાસો થયો હતો જેમાં રોહિતકુમાર યુવતીઓ સાથએ છેતરપિંડી કરવા માટે ક્યારેય ગરીબ કે લાચાર બનીને અલગ અલગ બહાનેથી રૂપિાયની માંગણી કરતો, તો કયારેક પોતે યુવતીની ઓળખ ધારણ કરીને પણ અન્ય યુવતીઓ તથા યુવાનો સાથે વાત કરી તેઓને અલગ અલગ બહાનેથી અશ્લિલ માગણી કરતો અને અંગત પળોના ફોટા વીડિયો મેળવી બ્લેકમેઇલ કરતો હતો.

સાઇબર ક્રાઇમથી બચવા શું કરશો? આટલું હંમેશા યાદ રાખો

• અજાણી વ્યક્તિથી વીડિયો કોલ ઉપર વાત કરવાનું ટાળો

• પોતાના અંગત ફોટો વીડિયો સોશ્યલ મીડિયા પર કોઇ વ્યક્તિને શેર કરવા નહી

• સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર અજાણી વ્યક્તિ સાથે નાણાંકિય વ્યવહાર કરવો નહી.

• જાે આ પ્રકારના સાયબર ક્રાઇમમાં કોઇ પણ વ્યક્તિ બ્લેકમેલ કરે તો આપ તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નં. ૧૯૩૦ પર ફરીયાદ કરી શકો છે.

• લગ્ન માટે ઉત્સુક યુવક યુવતીઓએ કોઇ મેટ્રીમોની સાઇટ પર આકર્ષક પ્રોફાઇલ ધરાવતી અને ઓનલાઇન મળેલી વ્યક્તિને રૂબરૂ મળી ખરાઇ કર્યા સિવાય વિશ્વાસ કરવો નહી કે તેઓને પોતાના અંગત ફોટા કે વીડિયો આપવા નહીં કે કોઇ પણ જાતનો નાણાંકીય વ્યવહાર કરવો નહી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution