દિલ્હી-

સરકાર અને વિપક્ષ વચ્ચે ખેડૂત બિલને લઈને ખેચતાંણ ચાલી રહી છે. બિલને લઈને ગૃહમાં હોબાળો થયો હતો, ત્યારબાદ આઠ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદથી, સમગ્ર વિપક્ષે સંસદના બંને ગૃહોનો બહિષ્કાર કર્યો છે. હવે બુધવારે આગળની રણનીતિને લઈને વિપક્ષની સંયુક્ત બેઠક યોજાશે. તેમજ બુધવારે સાંજે પાંચ વાગ્યે વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળશે.

વિપક્ષે રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો હતો, જેમાં કૃષિ બિલ, રાજ્યસભામાં હંગામો અને સાંસદોના સસ્પેન્શનના મુદ્દા અંગે ચિંતા કરવામાં આવી હતી. વિપક્ષે અપીલ કરી હતી કે રાષ્ટ્રપતિએ કૃષિ બિલ રાજ્યસભામાં પાછુ આપી દે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથેની બેઠક પૂર્વે તમામ વિપક્ષી પાર્ટીઓ સંસદ સંકુલમાં દેખાવો કરી રહી છે. આ સમય દરમિયાન, દરેક પાસે કિસાન બચાવોના પ્લેકાર્ડ પણ છે. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, ટીએમસીના ડેરેક ઓ બ્રાયન સહિતના વિપક્ષના ઘણા નેતાઓ હાજર છે. વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાથી આંબેડકરની પ્રતિમા સુધી પદયાત્રા કાઢી હતી.