સાચા સેવકે ‘અહંકાર’ ન દર્શાવવો જાેઈએઃ ભાગવત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુન 2024  |   2574


નાગપુર  :“સાચા ‘સેવકે’ “અહંકાર” દર્શાવવો જાેઈએ નહીં અને અન્યને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરવું જાેઈએ” એવું સ્ફોટક નિવેદન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગઈકાલે મોડી સાંજે નાગપુરમાં ‘કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતિયા’ના સમાપન સમારોહ દરમિયાન કરતા આજે આખા દેશભરમાં સંઘ અને મોદી વચ્ચેનું ચાલતુ શીતયુધ્ધ જાહેરમાં સપાટી પર આવી ગયાની ચર્ચાએ ઉત્તેજના જગાડી હતી. ભાજપા અને તેના વૈચારિક માર્ગદર્શક વચ્ચે વધતા જતા તણાવના અહેવાલો વચ્ચે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સોમવારે મોડી સાંજે લોકસભાની ચૂંટણીના સમાપન પછી તેમના પ્રથમ જાહેર સંબોધનમાં ભાજપને સંપૂર્મ બહુમતિ ન મળી હોવા તરફ અંગુલીનિર્દેશ કરતા જણાવ્યું હતું કે સાચા ‘સેવક’એ “અહંકાર” દર્શાવવો જાેઈએ નહીં અને અન્યને નુકસાન પહોંચાડ્યા વિના કામ કરવું જાેઈએ. આ સંબોધન દરમ્યાન જાહેરસભાઓમાં વક્તવ્ય દરમ્યાન મોદી દ્વારા કરાયેલા ચર્ચાસ્પદ અને ટીકાપાત્ર નિવેદનો તરફ ઈસારો કરતા ભાગવતે આરોપ લગાવ્યો હતો કે તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન “સૌહાર્દતા જાળવવામાં આવી ન હતી”.ગઈકાલે એકતરફ ભાજપની આગેવાની હેઠળના નવા ગઠબંધનની તેની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઈ રહી હતી એ જ સમયે ભાગવતે સર્વસંમતિ બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે મણિપુરમાં ચાલી રહેલી હિંસા અંગે સંઘની ચિંતા પણ વ્યક્ત કરી, પ્રશ્ન કર્યો કે જમીન પર આ મુદ્દાને કોણ સંબોધશે અને ભાર મૂક્યો કે તેને પ્રાથમિકતા આપવાની જરૂર છે. “એક સાચો સેવક કામ કરતી વખતે શિષ્ટાચાર જાળવે છે. જે શિષ્ટાચાર જાળવીને પોતાનું કામ કરે છે, પરંતુ સાથે સાથે એ સ્પષ્ટ રહે કે મેં આ કર્યું એમાં કોઈ ઘમંડ નથી.ફક્ત આવી વ્યક્તિને જ સેવક કહેવાનો અધિકાર છે,” તેમણે કહ્યું હતું.તેમણે ચૂંટણીને યુદ્ધને બદલે સ્પર્ધા તરીકે જાેવાની હિમાયત કરી હતી. “જે રીતે ચૂંટણી દરમિયાન બંને પક્ષોએ એકબીજાની નિંદા કરી અને જે રીતે કરવામાં આવી રહ્યું હતું તેના કારણે સામાજિક વિભાજનની કોઈએ પરવા કરી નહીં,અને કોઈ કારણ વગર સંઘને આમાં ખેંચવામાં આવ્યો હતો એમ કહી તેમણે પ્રશ્ન કર્યો હતે કે શું ટેકનોલોજીના જ્ઞાનનો આ રીતે ઉપયોગ કરવો જાેઈએ? દેશ આ રીતે કેવી રીતે ચાલશે?” વિપક્ષના સંદર્ભમાં ભાગવતે કહ્યું, “હું તેને વિરોધી પક્ષ નથી કહેતો, હું તેને પ્રતિપક્ષ કહું છું.“પ્રતિપક્ષ વિરોધી નહીં હૈ”. તે એક બાજુ છતી કરે છે અને તેના પર વિચારણા થવી જાેઈએ. જાે આપણે સમજીએ કે આપણે આ રીતે કામ કરવું જાેઈએ, તો આપણે ચૂંટણી લડવા માટે જરૂરી સરંજામથી પરિચિત હોવા જાેઈએ. તેમણે ઉલ્લેખ કર્યો કે ચૂંટણી લોકશાહી માટે જરૂરી છે, બે પક્ષો વચ્ચે સ્પર્ધા ઊભી કરે છે. આ સ્પર્ધા સ્વાભાવિક રીતે જ એક બાજુ પ્રવર્તે છે, પરંતુ શિષ્ટાચાર જાળવવો મહત્વપૂર્ણ છે. તેમણે પ્રામાણિક હોવાના મહત્વ પર ભાર મૂક્યો, કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વસંમતિથી શાસન કરવા માટે સંસદમાં બોલાવશે, જે એક પરંપરા છે.તેમણે ચૂંટણીના અતિશયોક્તિભર્યા પ્રચારથી આગળ વધવાની અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution