ગાંધીનગર, કેન્દ્રીય પોર્ટ્‌સ, શિપિંગ અને વોટરવેઝ, કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસિવિરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જાેતા રેમડેસિવિર ઉત્પાદકો સાથે તા. ૧૨ અને ૧૩ એપ્રિલના રોજ ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં રેમડેસિવિરનાં ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના ર્નિણયો લેવાયા હતા. હાલમાં દેશના સાત રેમડેસિવિર ઉત્પાદકોની ક્ષમતા ૩૮ લાખ વાઇલ પ્રતિમાસની છે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી માંડવિયાએ જણાવ્યું હતું કે, વધારાની ૭ સાઈટ ઉપર ૧૦ લાખ વાઇલ પ્રતિમાસની પ્રોડક્શન કેપેસીટી ધરાવતા ૬ ઉત્પાદકોને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટ-ટ્રેક એપ્રુવલ આપી દેવામાં આવી છે. બીજી વધારાની ૩૦ લાખ વાઇલ પ્રતિમાસની વ્યવસ્થા પણ ઉભી કરાઈ રહી છે. જેથી રેમડેસીવીરની ઉત્પાદન ક્ષમતા ૭૮ લાખ વાઇલ પ્રતિમાસનો ધરખમ વધારો થશે. સરકારનાં હસ્તક્ષેપથી રેમડેસિવિરના લગભગ ૪ લાખ વાઇલ કે જે એક્સપોર્ટ માટે બનાવાઈ રહી હતી, તેને સ્થાનિક/ઘરેલું માર્કેટની જરૂરીયાત માટે ડાયવર્ટ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના સામેની લડાઇમાં સાથે જાેડાતાં રેમડેસિવિરના ઉત્પાદનકર્તાઓને સ્વેચ્છાએ રેમડેસિવિરનો ભાવ રૂ.૩૫૦૦ થી ઓછી કિંમતે આ અઠવાડિયાના અંત સુધીમાં ઘટાડી દેશે. રેમડેસિવિરના ઉત્પાદકર્તાઓને સરકાર દ્વારા હોસ્પિટલોને જ પુરવઠો પૂરો પાડવા પ્રાધાન્યતા આપવા માટેના નિર્દેશો અપાયા છે. ભારત અને રાજયની એનફોર્સમેન્ટ ઓથોરિટીને કાળા બજારી, સંગ્રહખોરી અને ભાવ વધારો રોકવા માટે ઝડપી પગલાં લેવા માટે નિર્દેશો અપાયા છે રેમડેસિવિરની ઉપલબ્ધતા અંગે સતત મોનિટરિંગ કરાય રહ્યુ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.