ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભના સમાપન પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા
વડોદરા : વિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મહાકુંભના સમાપન પ્રસંગે પોતાના સંસ્મરણો વાગોળ્યા છે. મહાકુંભમાં આદરેલી સેવાને તેમણે 'તેરા તુજ કો અર્પણ'ની ભાવનાથી કરવામાં આવેલ કાર્ય ગણાવ્યું હતું. સમગ્ર દેશને મહાશિવરાત્રી પર્વની શુભકામનાઓ પાઠવતા તેમણે સમર્પણની ભાવના વ્યક્ત કરી છે. મહાકુંભના અવસરે અદાણી ગ્રુપે ઈસ્કોન સાથે હાથ મિલાવીને દરરોજ 1 લાખ ભક્તોને મહાપ્રસાદનું વિતરણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગૌતમ અદાણી જણાવે છે કે, “હું માનું છું કે લોકોની સેવાએ ભગવાનને સાકાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. મહાકુંભ 'તેરા તુજ કો અર્પણ' ની ભાવનાને સાકાર કરવાની તક આપે છે. ત્યાં આપણે માતૃભૂમિ પાસેથી મળેલી દરેક વસ્તુ તેને સમર્પિત કરી શકીએ છીએ. લાખો ભક્તોની સેવા કરીને અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. વાસ્તવમાં સેવા કરનાર જ સેવા મેળવે છે, જે આપણને ભગવાન સુધી પહોંચવાની તક આપે છે. અમે એવા ભાઈઓ, બહેનો અને સંતોને સાધુવાદ આપીએ છીએ જેમની સેવા કરવાનો અમને લહાવો મળ્યો છે."
આ વખતે અદાણી ગ્રુપે પોતાના કર્મચારીઓ માટે મહાકુંભને લઈને ખાસ પહેલ કરી હતી. ગૌતમ અદાણીએ વિશે ખુલાસો કરતાં લખે છે - આ મહાકુંભ દરમિયાન અદાણી પરિવારમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. અદાણી પરિવારના 5000 થી વધુ સભ્યોને ભક્તો અને કલ્પવાસીઓની સેવા કરવાનો લહાવો મળ્યો છે. મહાકુંભ જેવી મેગાઈવેન્ટમાં સેવા દ્વારા તેમણે મેનેજમેન્ટ, નેતૃત્વ, કટોકટીનું સંચાલન અને ટીમવર્ક જેવા વ્યવહારુ પાઠ શીખ્યા છે, જે તેઓને માત્ર એક સારા મેનેજર જ નહીં પણ વધુ સારી વ્યક્તિ પણ બનાવશે. ગૌતમ અદાણીએ 21 જાન્યુઆરી 2025 ના રોજ તેમના પરિવાર સાથે પ્રયાગરાજની યાત્રા કરી અને મહાકુંભમાં પૂજા-અર્ચના કરી હતી.