25, નવેમ્બર 2020
1386 |
દિલ્હી-
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું કોરોના સામે લડતાં અવસાન થયું છે. થોડા દિવસ પહેલા તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમના શરીરના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જોકે, અહેમદ પટેલ જે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે.
અહેમદ પટેલના અંતિમ દિવસોમાં પણ તેઓ હલચન-ચલન કરતા હતા તેમને ડોકટરોના કહ્યા મુજબ કસરત કરાવવામાં આવતી હતી. આ વીડિયોમાં ઓળખી ન શકાય તેવા અહેમદ ભાઈ નર્સ અને સ્ટાફ સાથે ઑક્સિજનની બોટલના સહાર હલન ચલન કરતા જોવા મળ્યા છે. કદાચ હવે આ વીડિયો જ અહેમદ પટેલનો અંતિમ વીડિયો બની રહેશે.