કુડાસણમા ફેશન કંપની ચલાવતી મહિલાને લંડન ફેશન શોમાં પ્રીમિયમ વુમન્સ વેર રજૂ કરવાની લાલચ આપી ઠગાઇ
18, સપ્ટેમ્બર 2025 ગાંધીનગર   |   1782   |  

લંડન ફેશન શોના બહાને મહિલા સાથે ૩૨.૯૧ લાખની છેતરપિંડી

ગાંધીનગરના કુડાસણમા ફેશન કંપની ચલાવતી મહિલાને લંડન ફેશન શોમાં પ્રીમિયમ વુમન્સ વેર રજૂ કરવાની લાલચ આપીને દિલ્હીમાં રહેતી મહિલા અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા ૩૨.૯૧ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

કંપનીના સલાહકાર તરીકે રાખવામાં આવ્યા હતા અને તેમનો પગાર મહિને ૧,૧૦,૦૦૦ નક્કી કરાયો હતો

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણની ફ્લેપર-૬ ફેશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર સોનલબેન શૈલેષકુમાર દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે,ગત મે મહિનામાં ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ગૌરવ મંડલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ગૌરવ મંડલ રહે. ન્યુ રાજેન્દ્રનગર, દિલ્હીને તેમની કંપનીના સલાહકાર તરીકે રાખવામાં આવ્યા હતા અને તેમનો પગાર મહિને ૧,૧૦,૦૦૦ નક્કી કરાયો હતો. ગૌરવ મંડલે સોનલબેનને લંડન ફેશન શોમાં તેમના પ્રીમિયમ વુમન્સ-વેર રજૂ કરવા સલાહ આપી હતી. જેથી વિદેશમાં તેમના કપડાનો પ્રચાર અને વેચાણ વધે. ત્યારબાદ ગૌરવ મંડલે સોનલબેનને દિલ્હીના સોનલ જિંદાલનો સંપર્ક કરાવ્યો હતો, જેઓ મેડુશા ફેશન કંપની ચલાવે છે. સોનલ જિંદાલે સેન્ટ ઝોન ચર્ચ, હાઈડ પાર્ક, લંડન ખાતે ફેશન વીક શોમાં ભાગ લેવડાવવાની વાત કરી હતી. આ માટે ૩૨,૯૧,૦૦૦નું અંદાજિત પેમેન્ટ નક્કી થયું. જેથી તેમના દ્વારા બે હપ્તામાં રકમ ચૂકવી દેવામાં આવી હતી. ૧૯ સપ્ટેમ્બરના રોજ શો યોજાવાનો હોવાથી સોનલબેન તેમના પતિ શૈલેષભાઈ અને મેનેજર હેતલ ત્રિવેદીનું જવાનું નક્કી થયું હતું. બીજી બાજુ ગત બે સપ્ટેમ્બરના રોજ


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution